@મોહસીન દાલ ગોધરા
પંચમહાલ જીલ્લાના શહેરા સહિત સમગ્ર તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. શહેરાના ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદને કારણે ખેડુતો ડાંગરના ધરૂની રોપણીમાં જોડાયા હતા. શહેરા તાલુકામાં ૩૪ એમએમ વરસાદ નોંધાયો હતો.ગત વર્ષ કરતા આ વર્ષ વરસાદ સારો પડતા ખેડુતો દ્વારા વહેલા ડાંગરના ધરૂની રોપણી શરૂ કરી દેવામા આવી છે.આ વખતે ડાંગરની સારી એવો પાક થવાની આશા જાગી છે. ખેડુતો પોતાના પરિવારો સાથે ડાંગરની રોપણીમાં વ્યસ્ત બન્યા છે.
પંચમહાલ જીલ્લામાં પાછલા બે દિવસથી વરસાદી માહૌલ સર્જાયો છે. જેમા શહેરા, મોરવા હડફ કાલોલ, હાલોલ, જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થવા પામ્યો છે. શહેરા તાલુકામાં પણ પાછલા બે દિવસથી અવિરત મેઘમહેર થવા પામી છે. વરસાદને કારણે ધરતીપુત્રો દ્વારા ખેતીકાર્યમાં વેગને વધારવામા આવ્યો છે. મકાઈ, તુવેર સહિતના પાકની રોપણી કરી દીધા બાદ હવે ડાંગરના પાકની રોપણી માટે ખેડુતો પણ રોપણીલાયક વરસાદની રાહ જોઈ રહયા હતા. તેની આતુરતાનો અંત આવ્યો હતો.શહેરાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદને કારણે ખેતરો પણ પાણીથી છલોછલ છલકાઈ ગયા હતા. ખેતરોમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. સાથે કોતરોમાં પણ વરસાદી પાણીથી વહેતા થયા હતા. તળાવોમાં પણ નવાનીર જોવા મળ્યા હતા. ખેડુતો પણ પોતાના પરિવાર સાથે ડાંગરના ધરૂની રોપણીમાં જોતરાયા છે. શહેરા તાલુકામાં ડાંગરનો પાક મુખ્ય પાક માનવામા આવે છે.ડાંગરની વિવિધ પ્રકારની જાતની રોપણી કરતા હોય છે. ગત વર્ષના જુલાઈ મહિના કરતા આ જુલાઈ મહિનામાં વરસાદના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. તંત્ર પાસેથી મળેલા આંકડાથી વાત કરવામા આવે તો શહેરા તાલુકામાં ૩૭ એમ.એમ., મોરવા હડફ તાલુકામાં ૮ એમ.એમ. વરસાદ નોંધાયો હતો.જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
લુણાવાડા/ માંખલ્યા ગામના બે માસૂમ વિદ્યાર્થીઓના વરસાદના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોત
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો