- વર્ષ ૨૦૧૨ માં રૂપિયા બે હજાર ની લાંચ લેવાના કેસમાં નામદાર મોરબી કોર્ટે લાંચિયા અધિકારીને ચાર વર્ષ ની કેદ અને વીસ હજારનો દંડ ફટકાર્યો
@(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં વર્ષ ૨૦૧૨ માં વીમા એજન્ટ તરીકે કામ કરતા મહિલાના ઇન્કમટેક્સ ટીડીએસ રિફંડ આપવા બદલ પાંચ ટકા લેખે રૂપિયા બે હજાર ની લાંચ લેનાર મોરબી ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટને મોરબીની નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવી ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમ અન્વયે ચાર વર્ષની કેદ અને વીસ હજાર દંડ ફટકારતો હુકમ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં બજાજ એલાયન્સમાં એજન્ટ તરીકે કામ કરતા પ્રજ્ઞાબેન નિલેશભાઈ સરસાવાડિયાને ટીડીએસ કપાતના રૂપિયા રૂપિયા ૪૫,૪૮૦ રિફંડ લેવાના હોય જેથી બગથળા હેલ્થ સેન્ટરમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા તેમના પતિ નિલેશભાઈ સરસાવાડિયાએ મોરબી ખાતે હનુમાન ડેરી વાળી શેરીમાં આવેલી ઇન્કમટેક્સ ઓફિસમાં અરજી કરી હતી. જો કે, લાંબો સમય સધી ઇન્કમટેક્સ કચેરીના ધક્કા ખાવા છતાં તેમને રિફંડની રકમ મળી ન હતી. અહીં ફરજ બજાવતા ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાનો રીફન્ડ બાબતે સંપર્ક કરતા મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાએ રિફંડની રકમના પાંચ ટકા આપો તો જ રિફંડ મળશે તેવી જણાવ્યું હતું.
બાદમાં ફરિયાદી નિલેશભાઈએ રિફંડ માટે લાંચની માંગ કરનાર ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાને રૂપિયા પાંચસો આપીને બાકીના નાણાં બાદમાં આપવાનું કહ્યું હતું પરંતુ તેઓ લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી મહેશકુમારને રૂપિયા ૧૫૦૦/-ની લંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ ચકચારી કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વી.એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આઠ મૌખિક અને ૧૮ દસ્તાવેજી પુરાવા ઉપરાંત મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી મહેશકુમાર મીણાને ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમની જુદી જુદી કલમો અન્વયે તકસીરવાન ઠેરવી ચાદ વર્ષની કેદ અને વીસ હજારનો દંડ ફટકાર્યો છે.
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?