ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે
ભારત તરફથી ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે
IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝમાં ફરી એકવાર સૌની નજર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. ઇંગ્લેન્ડની ટીમ બેઝબોલ ક્રિકેટ રમવા માટે જાણીતી છે. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે ઇંગ્લિશ ટીમ બેઝબોલની રણનીતિને સફળ બનાવી શકે છે કે નહી. આ ઉપરાંત આ ટેસ્ટ સીરિઝમાં કોહલી, રોહિત શર્મા અને અશ્વિન પાસે ખાસ રેકોર્ડ બનાવવાની પણ તક રહેશે.
અશ્વિન રચી શકે છે ઈતિહાસ
રવિચંદ્રન અશ્વિન ઇંગ્લેન્ડ સામે જો 10 વિકેટ લેવામાં સફળ થાય છે તો તેના નામે 500 વિકેટ લેવાનો રેકોર્ડ નોંધાઈ જશે. અશ્વિન 500 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની જશે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ છે.
કોહલી પાસે 20,000 રન પૂરા કરવાની તક
ઇંગ્લેન્ડ સામે કોહલીના 9 રન બનાવતાની સાથે તેના 20,000 રન પૂરા થઇ જશે. ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેંડુલકરે ઇંગ્લેન્ડ સામે 32 ટેસ્ટ મેચમાં 2535 રન બનાવ્યા છે. જયારે કોહલીએ અત્યાર સુધી 1991 રન બનાવ્યા છે. આ સાથે કોહલી 9,000 રન બનાવવાની નજીક છે. કોહલીના 152 રન બનાવતાની સાથે તેના 9,000 રન પણ પૂરા થઇ જશે.
વિરાટ તોડશે અમલા અને રૂટનો રેકોર્ડ!
વિરાટ કોહલી પાસે હાશિમ અમલા અને જો રૂટ જેવા દિગ્ગજો ખેલાડીઓના રેકોર્ડ તોડવાની તક રહેશે. હાશિમ અમલાએ ટેસ્ટમાં 204 ઇનિંગ્સમાં 9,000 રન બનાવ્યા હતા. જયારે રૂટે 196 ઇનિંગ્સમાં 9,000 રનનો આંકડો સ્પર્શ્યો હતો.
રોહિત પાસે ધોની અને સેહવાગનો રેકોર્ડ તોડવાની તક
રોહિત શર્મા પાસે ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવવાની તક હશે. રોહિત અત્યાર સુધી ટેસ્ટમાં 77 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો છે. 14 છગ્ગા માર્યા બાદ રોહિત ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય બેટ્સમેન બની જશે. આમ કરીને રોહિત શર્મા એમએસ ધોની (78) અને વિરેન્દ્ર સેહવાગ (91)નો રેકોર્ડ તોડી દેશે. જો કે ટેસ્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બેન સ્ટોક્સના નામે છે. સ્ટોક્સ 124 છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો છે.
To join our whatsaap group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
‘છોટી અયોધ્યા’માં રામને રાજા તરીકે પૂજવામાં આવે છે, ભગવાન રામને અપાય છે ‘ગાર્ડ ઓફ ઓનર’
રામ મદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્થપાશે રામ રાજ્ય