Karnataka Result: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં એક તરફ રાજકીય પક્ષોનું ભવિષ્ય દાવ પર છે તો બીજી તરફ રાજ્યમાં મજબૂત નેતાઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. આ ચૂંટણીમાં સીએમ બસવરાજ બોમાઈ, પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારના ભાવિનો પણ નિર્ણય થશે
શિગગાંવ: સીએમ બોમાઈ વિરુદ્ધ યાસિર પઠાણ
કોંગ્રેસ તરફથી યાસિર અહેમદ ખાન પઠાણ અને જેડીએસના શશિધર ચન્નાબસપ્પા યાલિગર સીએમ બોમાઈ સામે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. બોમાઈ અહીંથી સતત ત્રણ વખત ભાજપની ટિકિટ પર જીતી રહ્યા છે. તે રાજ્યની સૌથી હાઈપ્રોફાઈલ સીટ માનવામાં આવે છે.
વરુણ: સિદ્ધારમૈયા વિ સોમન્ના
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આ બેઠક પરથી મેદાનમાં છે. બીજેપીના દિગ્ગજ નેતા વી સોમન્ના અને JDS તરફથી ભારતી શંકર મેદાનમાં છે.
કનકપુરા: શિવકુમાર વિ આર અશોક
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર કનકપુરા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. શિવકુમાર સામે બીજેપીના આર અશોક અને જેડીએસના બી નાગરાજુ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. શિવકુમાર કનકપુરા બેઠક પરથી સતત જીતી રહ્યા છે, પરંતુ ભાજપે તેમના મોટા નેતા આર અશોકને મેદાનમાં ઉતારીને તેમની સામે રાજકીય ચોસર બિછાવી છે.
હુબલી-ધારવાડ સેન્ટ્રલ: શેટ્ટર વિ મહેશ
લિંગાયત નેતા જગદીશ શેટ્ટર આ વખતે કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપમાંથી ટિકિટ ન મળવાને કારણે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. શેટ્ટર સતત આ સીટ જીતી રહ્યા છે. આ બેઠક પરથી તેમની સામે ભાજપના મહેશ ટેંગિનકાઈ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
ચન્નાપટના: કુમારસ્વામી વિ. યોગેશ્વર
જેડીએસના વડા અને પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી ચન્નાપટના વિધાનસભા બેઠક પરથી મેદાનમાં છે. તેમની સામે ભાજપ તરફથી સીપી યોગેશ્વર અને કોંગ્રેસ તરફથી ગંગાધર એસ લડી રહ્યા છે. આ સીટ જેડીએસનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પરથી કુમારસ્વામી સતત જીતી રહ્યા છે.
ચિત્તપુર: પ્રિયંક ખડગે વિ મણિકાંત
ચિત્તપુરનું નામ કર્ણાટકની હાઈપ્રોફાઈલ સીટોમાં પણ આવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગે ચિત્તપુર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. પ્રિયંક સામે ભાજપ તરફથી મણિકાંત રાઠોડ મેદાનમાં છે. આ બેઠક કોંગ્રેસની સૌથી મજબૂત બેઠકોમાંથી એક છે.
દેવનાહલ્લી સીટ: એચ મુનિઅપ્પા વિ પિલ્લા મુનિષમપ્પા
આ બેઠક પરથી કોંગ્રેસના એચ મુનિયપ્પા અને ભાજપના પિલ્લા મુનિષમપ્પા વચ્ચે ટક્કર છે.
કોરાટાગેરે: જી પરમેશ્વર વિ અનિલ કુમાર
કોંગ્રેસે કર્ણાટકના ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરાને કોરાટાગેરે (SC) વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. તેમની સામે ભાજપે નિવૃત્ત IAS અનિલ કુમારને મેદાનમાં ઉતાર્યા છે.
અથાણી: સાવડી વિ કુમથલ્લી
બધાની નજર karnataka ની અથાડી વિધાનસભા બેઠક પર છે, કારણ કે ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મણ સાવડી આ વખતે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ તરફથી મહેશ કુમથલ્લી અને જેડીએસના શશિકાંત પડસાલ્ગી સાવડી સામે પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કુમથલ્લી કોંગ્રેસની ટિકિટ પર છેલ્લી ચૂંટણી જીત્યા હતા, પરંતુ બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. આ રીતે ગત ચૂંટણી લડેલા બંને નેતાઓ એકબીજા સામે નસીબ અજમાવી રહ્યા છે.
શિકારીપુરા: યેદિયુરપ્પા વારસો જાળવી શકશે ?
તમામની નજર શિકારીપુરા વિધાનસભા બેઠક પર છે. આ સીટ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા યેદિયુરપ્પા પાસે છે, જ્યાંથી તેમના પુત્ર બીવાય વિજયેન્દ્ર આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. વિજયેન્દ્ર સામે કોંગ્રેસમાંથી જેબી મલતેશ મેદાનમાં છે. યેદિયુરપ્પા આ બેઠક પરથી આઠ વખત જીતી ચૂક્યા છે અને આ વખતે વિજયેન્દ્ર તેમનો વારસો સંભાળવા ઉતર્યા છે.
છેલ્લી વખત પરિણામો શું હતા
2018ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ કોંગ્રેસ અને JDSએ મળીને સરકાર બનાવી હતી. જોકે, બાદમાં જેડીએસ અલગ થઈ ગઈ અને તેના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા. આ રીતે એક વર્ષમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી. karnataka માં અત્યારે ભાજપના 116 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે 69 અને જેડીએસ પાસે 29 સભ્યો છે. તે જ સમયે, 6 બેઠકો હજુ પણ ખાલી છે.