ભારતની પ્રથમ લોન્ગ રેન્જ રિવોલ્વર લોન્ચ થઈ છે, જેનું નામ પ્રબળ રાખવામાં આવ્યું છે. લોન્ચિંગ બાદ પ્રબળ રિવોલ્વર ઘણી ચર્ચામાં છે. આ રિવોલ્વરનું વજન પણ ઘણું ઓછું છે. લાઈટ 0.32 બોરની રિવોલ્વરની મહત્વની વાત એ છે કે, ભારતમાં અત્યાર સુધી 20 મીટર રેંજવાળી બંદુકો બનતી હતી, હવે ભારતમાં પ્રથમવાર 50 મીટરની રેંજની રિવોલ્વર બનાવાઈ છે. એટલે કે આ રિવોલ્વરથી 50 મીટર દૂરથી નિશાન લગાવવું સરળ છે.
રિવોલ્વર ખરીદવા 21 ઓગસ્ટથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે
આ રિવોલ્વર કારતુસ વગર 675 ગ્રામની છે. બેરલની લંબાઈ 76 મિલી મીટર, કુલ લંબાઈ 177.6 મિલી મીટર છે. કિંમતની વાત કરીએ તો આ રિવોલ્વરની કિંમત 1 લાખ 40 હજાર 800 રૂપિયા છે. આ રિવોલ્વર સરકારી કંપની એડવાંસ્ડ વેપન્સ એન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ કાનપુર એટલે કે AWEILએ બનાવી છે. રિવોલ્વર ખરીદવા 21 ઓગસ્ટથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે.
રિવોલ્વર મેળવવા લાયસન્સની જરૂર
ઉલ્લેખનિય છે કે, સરકારી કંપની AWEILમાં પ્રબળ રિવોલ્વર બનાવાઈ રહી છે. આ કંપનીની કુલ 8 ફેક્ટરીઓ છે, જેમાં મુખ્યરૂપે ભારતીય સશસ્ત્ર દળો, વિદેશી સેનાઓ અને સ્થાનાક નાગરિકોના ઉપયોગ માટે નાના હથિયારો અને બંદુકો બનાવાય છે. આમ તો વિશ્વમાં ગન કલ્ચર મામલે અમેરિકાનું નામ ખુબ જ બદનામ છે, અહીં વારંવાર ગોળીબારની ઘટનાઓ થતી રહે છે, પરંતુ ભારતમાં પણ બંદુક રાખવાની ઈચ્છા રાખનારાઓની કમી નથી. જોકે ભારતમાં રિવોલ્વર રાખવા લાયસન્સની જરૂર હોય છે અને લાયસન્સ ગમે તે વ્યક્તિને મળતું નથી. આ માટે કેટલીક કેટેગરી નક્કી હોય છે ઉપરાંત કેટલાક ડોક્યુમેન્ટની પણ જરૂર છે.
કંઈ કેટેગરીમાં મળે છે લાયસન્સ ?
આત્મ રક્ષા માટે : જો તમારા જીવને ખતરો હોય તો તમને ગન લાયસન્સ મળશે
સ્પોર્ટ્સ ટ્રેનિંગ માટે : જો તમે નિશાનેબાજ માટે કોઈ સ્પોર્ટ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ ચલાવો છો, તે ગન લાયસન્સ મેળવી શકો છો
જો તમે કોઈ સિક્યોરિટી એજન્સી ચલાવો છો તો પણ લાયસન્સ મેળવી શકો છો
પાકની સુરક્ષા માટે : જો તમે એવા વિસ્તારમાં રહો છે, જ્યાં જાનવરોના કારણે પાકને ખતરો છે, તો પણ લાઈસન્સ મેળવી શકો છો
ટ્રેનિંગ ઈન ગન હેન્ડલિંગ : જે લોકો ગન હેન્ડલિંગની ટ્રેનિંગ આપે છે, તે લોકોને પણ લાયસન્સ મળવી શકે.
જોકે માત્ર આ કેટેગરીમાં આવી જવાથી ગન લાયસન્સ મળતું નથી… લાયસન્સ મેળવવા ઘણા ડોક્યુમેન્ટની પણ જરૂર હોય છે.
રિવોલ્વર મેળવવા કયા કયા ડોક્યુમેન્ટની પડે છે જરૂર ?
સરનામાનો પુરાવો
તબીબી પ્રમાણપત્ર (માનસિક અને શારીરિક)
ઉંમરનો પુરાવો (21 વર્ષથી ઉપર)
ચરિત્ર પ્રમાણપત્ર (કોઈ ક્રિમિનલ કેસ ન હોવો જોઈએ)
આવક માહિતી
મિલકત માહિતી
જો કોઈ પ્રકારની લેવડ-દેવડ, લોન કે ઉધાર હોય તો તેની માહિતી પણ આપવી પડશે.
ભારતમાં સૌથી વધુ કયા રાજ્ય પાસે ગન લાયસન્સ ?
જો ભારતની વાત કરીએ તો સૌથી વધુ ગન લાયસન્સ ધરાવતા રાજ્યમાં ઉત્તર પ્રદેશનું નામ આવે છે. અહીં 13 લાખ 29 હજાર 584 લોકો પાસે લાયસન્સવાળી બંદુક છે. બીજા નંબરે જમ્મુ-કાશ્મીરમાં 5 લાખ 105 લોકો પાસે લાયસન્સવાળી ગન છે, જ્યારે ત્રીજા નંબરે પંજાબમાં 4 લાખ 21 હજાર 888 લોકો પાસે લાયસન્સવાળી ગન છે.
છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8