@PRAX PATEL
હાલમાં વરસાદ બાદ ભારતમાં ટામેટાના ભાવ આસમાનને આંબી રહ્યા છે. આવામાં સામાન્ય પરિવારોના રસોડામાંથી ટામેટા ગાયબ થઇ ગયા છે. સામાન્ય પરિવારને 150-200 રૂપિયાનટમેંટ ના પરવડે એ સમજી શકાય છે. પરંતુ ટામેટાના વધેલા ભાવથી મલ્ટીનેશનલ ફૂડ ચેઇન્સ એ પણ પોતાના મેન્યુ માંથી ટામેટાની બાદબાકી કરી નાખી છે.
મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ ઈન્ડિયા અને સબ વે જેવી મોટી રેસ્ટોરેન્ટ પોતાના મેન્યુ માંથી ટામેટાને દૂર કર્યા છે.. કેટલાક રેગ્યુલર ગ્રાહકોએ આ અંગે ફરિયાદ કરી અને મામલો ટ્વિટર પર આવ્યો. ચર્ચા ચાલી રહી હતી કે બર્ગર કિંગે પણ સ્પષ્ટતા કરી અને કટાક્ષને ઢાલ તરીકે વાપરીને કહ્યું કે ટામેટાંને પણ રજા જોઈએ છે. પાછળથી મોંઘવારી કિંમતો ટાંકવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમારા બર્ગર ટામેટાં વગર પણ એટલા જ સ્વાદિષ્ટ છે જેટલા ટામેટાં સાથે હોય છે.
બર્ગર કિંગના આ જવાબ પછી ફૂડ લવર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક વર્ગ એવો છે, જેનું માનવું છે કે જ્યારે કિંમતો વધી રહી છે તો પછી કોઈ પોતાના ખિસ્સામાંથી નુકસાન કેમ ભરપાઈ કરશે. તે જ સમયે, એક વિભાગ એવો છે જે બર્ગર કિંગની આ વાતને સમર્થન આપે છે. કેટલાક માને છે કે તેમના બર્ગર અને રેપમાંથી ટામેટાં કાઢી નાખીને, બર્ગર કિંગે આપડાને અવસરમાં ફેરવી છે.
સવાલ એ છે કે બર્ગર કિંગ જેવી બ્રાન્ડે ટામેટા અને તેના વધેલા ભાવ વિશે જે વાતો કહી છે, શું તે પચવા યોગ્ય છે? પ્રશ્નની વિગતોમાં જશો તો જવાબ ના જ આવશે. મેકડોનાલ્ડ્સ મોંઘવારીનો પોકાર કરીને કોસ્ટ કટિંગ કરે છે
જો આપણે McDonald’s વિશે વાત કરીએ, તો વેસ્ટલાઇફ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (WDL) દ્વારા સંચાલિત મેકડોનાલ્ડ્સની કુલ આવક નાણાકીય વર્ષ 2022માં 15 અબજ ભારતીય રૂપિયા કરતાં વધુ હતી, જે નાણાકીય વર્ષ 2021માં લગભગ દસ અબજ ભારતીય રૂપિયા કરતાં વધુ હતી. બીજી બાજુ, જો આપણે બર્ગર કિંગ વિશે વાત કરીએ, તો નાણાકીય વર્ષ 2012માં બર્ગર કિંગ ઈન્ડિયાની આવક રૂ. 15,127 મિલિયન હતી, જે નાણાકીય વર્ષ 2011માં નોંધાયેલા રૂ. 10,380 મિલિયન કરતાં 45.7% વધુ હતી.
વિચારવા જેવી વાત એ છે કે જે કંપનીઓ દર વર્ષે સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. જો તેઓ ટામેટાંની આડમાં મોંઘવારી વિશે રડતા હોય અને કોસ્ટ કટિંગ કરતા હોય તો વિચારવા જેવી વાત છે.
એક કંપની તરીકે, બર્ગર કિંગે એ પણ જણાવવાનું છે કે શું તેઓ તેમના બર્ગર અને રેપ ખૂબ જ નજીવી કિંમતે વેચી રહ્યા છે? વડાપાંવ અને દાબેલી સામાન્ય માણસ ખાઈ શકે છે. પરંતુ બર્ગર વિષે તેવું નથી. આ મોટા આઉટલેટમાં જતા પહેલા સામાન્ય માણસે ખીસા તપાસવા પડે છે. જયારે વડાપાઉં કે દાબેલી માટે આવું નથી. મલ્ટીનેશનલ રેસ્ટોરેન્ટ નીજગ્યાએ જો નાના મોટા ભારતીય રેસ્ટોરેન્ટસની વાત કરવામાં આવે તોઆજે પણ તેમના મેનુ માં ટામેટા સામેલ છે. એ પણ કોઈપણ જાતના ભાવ વધારા વિના. હા કદાચ ક્વોન્ટિટી ઓછી કરી હશે પરંતુ બદબાકીઓ તો નથી જ કરી.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8