અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થીના માથામાં હથોડીના ઘા ઝીંકી ક્રૂરતા પૂર્વક હત્યા ઘટના સામે આવી છે. વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે માનવતા દાખવી તેમણે આરોપીને ફૂડ માર્ટની અંદર પ્રવેશવા દીધો, કારણ કે બહાર ખૂબ જ ઠંડી હતી. મૃતક વિદ્યાર્થી ફૂડ માર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો અને કેટલાક દિવસોથી આરોપીને કોઈને કોઈ રીતે મદદ કરતો હતો.
આરોપી ફૂડ માર્ટની બહાર રોડ પર સૂતો હતો
અહેવાલ અનુસાર, મૃતક વિદ્યાર્થીનું નામ વિવેક સૈની છે. વિવેક લિથોનિયામાં સ્નેપફિંગર અને ક્લેવલેન્ડ રોડ પર શેવરોન ફૂડ માર્ટમાં ક્લાર્ક હતો. વિવેક પર 53 વર્ષીય જુલિયન ફોકનરે હથોડી વડે હુમલો કર્યો, પરંતુ વિવેક આરોપી સામે પોતાનો બચાવ કરવામાં અસમર્થ રહ્યો હતો.
ફૂડ માર્ટના એક કર્મચારીઓએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે ’14મી જાન્યુઆરીની સાંજથી અમે માનવતાની દ્રષ્ટિએ રસ્તા પર સૂઈ રહેલા આરોપી જુલિયન ફોકનરને દરરોજ સ્ટોરની અંદર આવવા દેતા હતા. અમે જુલિયને પાણી સહિત બધું આપતા હતા. આરોપીની બે દિવસ સુધી મદદ કરી. આરોપી આખો સમય અહીં બેસી રહેતો હતો અને અમે તેને ક્યારેય બહાર જવા માટે કહ્યું નથી, કારણ કે અમને ખબર હતી કે બહાર ભયંકર ઠંડી છે. 16મી જાન્યુઆરીની રાત્રે વિવેકે ફોકનરને કહ્યું કે હવે જવાનો સમય થઈ ગયો છે. જ્યારે વિવેક ઘરે જવા માટે નીકળ્યા ત્યારે જુલિયન ફોકનરે તેમના પર હથોડી વડે હુમલો કર્યો. વિવેકના ચહેરા અને માથામાં આરોપીએ હથોડીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.’
જ્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી તો હત્યારો વિવેક ઉપર હથોડી પકડીને ઊભો હતો. પોલીસે આરોપી જુલિયન ફોકનરની ધરપકડ કરી હતી.
whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3
વડોદરા : અર્ધનગ્ન સ્થિતિમાં મહિલાઓને દોડાવીને માર મરાયો, ચોરી કરીને બચવા યુવતીઓએ રચ્યું તરકટ
માલદીવના સંસદમાં મારપીટ! તાનાશાહ રાષ્ટ્રપતિ મુઇઝ્ઝું ને વિપક્ષને સભાગૃહમાં પ્રવેશ કરવાથી રોકા હતા.
bihar politics: બિહારમાં પલટુરામ કોણ નથી?