ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે ગાયો રસ્તા પર અડિંગઓ જમાવતી હોય છે ત્યારે રાત્રીના અંધારામાં અથવા તો ગાયો – વાછરડાઓ ન દેખાવાના કારણે સર્જાતા અકસ્માતને નિવારવા માટે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જીવદયા પ્રેમીઓ અને વૈયા આશ્રમના સહિયોગથી ગાયો પર રીફલેક્ટર લગાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી,, ચોમાસાની ઋતુમાં ગંદકી અને જીવજંતુઓના ત્રાસથી ગાયો રોડ ઉપર આવીને બેસી જતી હોય છે જેને કારણે ઘણીવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે જેને ધ્યાનમાં લઈ શહેરના માલપુર રોડ, મેઘરજ રોડ અને શામળાજી રોડ પર રસ્તા પર ફરતી ગાયો અને વાછરડાંઓને રીફલેક્ટર લાગવાની કામગીરી કરવામાં આવી જેને કારણે ગાયો અને વાહન ચાલકો બંને ને ફાયદો થશે,, આજથી શરૂ કરવામાં આવેલા અભિયાનમાં અંદાજે 25 જેટલી ગાયો અને વાછરડાઓને રીફલેક્ટર લગાવામાં આવ્યા હતા,, જીવદયા પ્રેમી અને મેઘરજના વૈયા આશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયું અભિયાન આગામી ત્રણ થી ચાર દિવસ સુધી ચલાવી મહત્તમ ગાયો અને વાછરડાઓને રીફલેક્ટર લાગવાની કામગીરી ચાલવાની હોવાનું જીવદયા પ્રેમી નિલેશભાઈ જોશીએ જણાવ્યું હતું..
@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો