લુણાવાડા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર એ.જી. રાજપરા અને ૬ ટેકનિકલ આસિસ્ટન્ટો ને તાત્કાલિક અસરો થી સસ્પેન્ડ કરવામાં આવતા ભારે ફફડાટ.!!
રાજકોટ વિજીલન્સ ની ટીમ દ્વારા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ કબ્જે કરીને તપાસોનો ધમધમાટ શરૂ….
મહીસાગર જિલ્લામાં સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનાની કામગીરીઓમાં ભારોભાર ગેરરિતીઓ આચરવામાં આવી હોવાની ફરીયાદોના પગલે ગાંધીનગર ના આદેશ સાથે લુણાવાડા “વાસ્મો“ કચેરીમાં તપાસ માટે આવેલ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિજીલન્સ ટીમના સત્તાધીશોની તપાસોમાં અવરોધો અને અસહકાર જેવા રૂકાવટના પ્રયાસોમાં કર્મચારીઓને રજા ઉપર ઉતારી દેવાના આ ઈરાદાપૂર્વકની ગંભીર હરકતોના પગલે ગાંધીનગર ખાતેથી લુણાવાડા “વાસ્મો“ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર એ.જી. રાજપરા સમેત ૬ ટેકનિકલ આસિસ્ટન્ટો ને ગત મોડી સાંજે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા નલ સે જલ યોજનાના ગેરરીતી કાંડમાં સામેલ સૌ કોઈમાં જબરસ્ત ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.અને આગામી દિવસોમાં મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની તકલાદી કામગીરીઓ ઉપર લુણાવાડા “વાસ્મો“ કચેરીના આર્શીવાદ જેવા વહીવટના ચોંકાવનારા રહસ્યો વિજીલન્સ ટીમની તપાસોમાં બહાર આવે એવા જોરદાર સંકેતો દેખાઈ રહ્યા છે. ગાંધીનગર પાણી પુરવઠા નગર ગટર અને વ્યવસ્થા બોર્ડ વાસ્મો યુનિટ મેનેજર અધિક્ષક ઈજનેર ધરા એ.વ્યાસ ના હુકમથી રાજકોટ ના અધિક્ષક ઈજનેર કોમલ અડાલજા પોતાની વિજીલન્સ ટીમના પાંચ સભ્યો સાથે લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીમાં નલ સે જલ યોજનાની કામગીરીઓ સામે ફરીયાદો સંદર્ભમાં તપાસમાં આવ્યા હતા. ત્યારે વાસ્મો કચેરીમાં એકલા યુનિટ મેનેજર નાયબ કાર્યપાલક ઇજનેર એ.જી.રાજપરા હાજર હતા. જ્યારે મોટાભાગના ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીઓ રજા ઉપર ગયા હોવાના જવાબો સાંભળીને ભડકી ગયેલા વિજીલન્સ ટીમ દ્વારા દેખાડવામાં આવેલા આકરા તેવરોના પગલે ગત મોડી સાંજે જ ગાંધીનગર વડી કચેરી દ્વારા તપાસોમાં અવરોધો અને વિક્ષેપો સર્જવા માટે કર્મચારીઓને રજા ઉપર ઉતારી દેવાના આ ઈરાદાપૂર્વકના બદ ઈરાદાઓના પગલે લુણાવાડા વાસ્મો કચેરીના યુનિટ મેનેજર એ.જી. રાજપરા સમેત ૬ ટેકનિકલ આસિસ્ટન્ટો ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી.
રાજકોટની ટીમ એક દિવસ પહેલા આવી અને વાસ્મો યુનિટ મેનેજર એ.જી. રાજપરા ઉંઘતા ઝડપાયા.!!
લુણાવાડા સ્થિત વાસ્મો કચેરીમાં રાજકોટના અધિક્ષક
ઈજનેરની ટીમ આજથી બે દિવસો સુધી મહીસાગર જિલ્લામાં નલ સેજલ યોજના સામે ઉભી થયેલ ફરીયાદની તપાસો કરશે ના ગાંધીનગર કચેરીના આદેશો હતા. પરંતુ એક દિવસ પૂર્વે તા.૫મી ના રોજ અણધાર્યા વિજીલન્સ ટીમના આગમનના પગલે ગરમાયેલા આ માહૌલમાં લુણાવાડા વાસ્મો કચેરીમાં યુનિટ મેનેજર એ.જી. રાજપરા પુનઃ એક વખત માનસિક ત્રાસના ભોગ બન્યા હોવાની શરૂ થયેલ આ ચર્ચાઓ વચ્ચે તેઓને મોડી સાંજે સસ્પેન્ડ કરીને પોરબંદર ખાતે મૂકવામાં આવ્યા છે. જ્યારે ૬ ટેકનિકલ આસિસ્ટન્ટોને સસ્પેન્ડ કરીને અલગ અલગ અન્યત્ર જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. અને લુણાવાડા વાસ્મો કચેરી ના યુનિટ મેનેજર તરીકે વડોદરા થી કાર્યપાલક ઇજનેર ગિરીશ એ.અગોલાની તાત્કાલિક નિમણુંક કરાઈ છે.
@mohsin dal, godhra