પાટણ જિલ્લામાં વિવિધ રીતે નવરાત્રી પર્વ ની ઉજવણીનો રસપ્રદ ઈતિહાસ
પાટણ જિલ્લામાં આવેલ કેટલાક ગામડાઓમાં નવરાત્રી અલગ રીતે મનાવવામાં આવે છે જિલ્લા ના કેટલાક ગામડાઓની વાત કરીએ તો ગરબો માત્ર પુરુષો જ ગાય છે, તો એક જગ્યાએ દોરી વાળા ગરબા થાય છે તો આઝાદીની લડતમાં કોંગ્રેસ કેરી પડઘમ, તો ભદ્રકાળી અને મહાકાળી ને બહેનો ની પાલખી યાત્રા , જેવી વિશેષ નવરાત્રિની વાતો યાદ કરાવી છે જે વાંચવી ગમશે
હરીજમાં આજે પણ પુરુષો તાલ બધ્ધ રીતે પગની ઠેક થી ગરબે ઘૂમે છે તે જોવો પણ એક લાહવો છે હારીજ સહેર ની નવરાત્રી
હિન્દુસ્તાન પર જયારે જયારે વિપદા આવી ત્યારે ભારતીયો એક બની લડત આપેલ આઝાદી ની લડત હોય કે પછી ચીન પાકિસ્તાન જોડે યુદ્ધ હારીજ ના નગરજનો હિન્દુસ્તાન નો અવાજ બનતા હતા આજે પણ કોંગ્રેસ કેરી પડઘમ ગવાય છે
માત્ર પુરુષો ગરબા ગાય છે
હારીજ મા આઠમ ના દિવસે પડઘમ ના ગરબા એ દેશપ્રેમ ની આહલેક જગાવી હતી નવરાત્રી ની આઠમ નો ખુબજ મહત્વનો દિવસ હતો સમગ્ર દિવસ દરમ્યાન પલ્લી આરતી પૂજા નૈવેધ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે પાટણ જિલ્લા ના હારીજ નગર મા અનોખો પ્રસંગ છેલ્લા 75 વર્ષથી ઉજવાઈ રહ્યો છે અહીં હારીજ મા નવરારતી મા ભક્તિ અને શક્તિ નો સમન્વય છે તો આંબેશ્વર મધુરમ અને બહુચરમાતા ના મન્દિર મા નવરાત્રી બરાબર જામી છે
તો ગામ દરવાજે 150 વર્ષ કરતા વધુ સમય થી ગરબા રૂપી પડઘમ યોજાય છે ત્યારે આજે વિશેષ મહત્વ હતું અહીં માત્ર ભાઈઓ જે રીતે ગરબા ગાય છે અને ગરબે ઘૂમે છે તે ખરેખર ધ્યાનાકર્ષક છે અહીં માત્ર ઢોલ અને ગાવા સાથે પુરુષો ગરબે ઘૂમે છે
અહીં અંગ્રેજો સામે આઝાદી ની લડત મા 150 વર્ષ પહેલા ની પેઢી સ્વતંત્ર માટે લડી રહી હતી અને યુવાનો ને પોરશ ચઢાવવા માટે અંગ્રેજ કેરી પડઘમ વાગે અને કોંગ્રેસ ના સમય થી આ ગરબો કોંગ્રેસ કેરી પડઘમ વાગે તેઓ ગવાયો છે આમ આજનો ગરબો વિશેષ જોવા લાયક છે અહીં માત્ર પુરુષો ગરબા ગાય છે જે પરંપરા ચાલી રહી છે સમગ્ર ગુજરાત મા આ એક અનોખી પરંપરા છે
તો પાટણ શહેર ની વાત કરીએ તો
ઐતિહાસીક અને પ્રાચિન નગર પાટણ ખાતે બિરાજ માન નગર દેવી શ્રી મહાકાલીકા માતાના મંદિરે આસો સુદ મહા આઠમના ધાર્મિક દિવસે દર વર્ષની પરંપરા મુજબ મહાકાળી માતાની પાલખી યાત્રા નીકળતી હોય છે આ પાલખી યાત્રા માં મહાકાળી માતા તેમની બહેન મહાલક્ષ્મી ને મળવા માટે જાય છે જે લગભગ 300 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ છે મહાકાલીકા માતાની પાલખીયાત્રા જે ફાટીપાળ દરવાજા થઇ શહેરના માર્ગો પર દર્શન આપતી આ યાત્રા , અને શહેરના ત્રણ દરવાજા પાસે આવેલ પ્રાચિન મહાલક્ષ્મી માતાના મંદિરે પહોચી
ને ત્યાં ધાર્મિક વિધિ થાય છે વર્ષોથી પ્રાચિન પાટણના શ્રીમહાકાલીકા માતા અને મહાલક્ષ્મી માતાના મિલનનો આ ધાર્મિક ઉત્સવ પરંપરાગત રીતે ઉજવાય છે. તે અંતર્ગત તેમના નાનાબહેન લક્ષ્મીમાતાને મળવા પહોચ્યા હતા. અને માતાજીનું પુજન, અર્ચન ,અને આરતી કરવા નો અવસર છે.તો પાટણ ના શહેરીજનો મોટી સંખ્યા માં ઊપસ્થિત રહી આ ધાર્મિક અવસર નો લાભ લેતા હોય છે
સાંતલપુર વાત કરીએ તો
સંગીતના વિવિધ સાધનો વગાડવા માટે હાથનો ઉપયોગ મહત્તમ થતો હોય છે તેમાં હાર્મોનિયમ ના રાગ માટે હાથ ની આંગળીઓ સાથે પંજો જોડાયેલો છે જેમાં એક હાથની આંગળીઓ કી બોર્ડ ઉપર પડતી હોય છે અને બીજા હાથ થી હાર્મોનિયમ માં હવાનું દબાણ સર્જાય ત્યારે સ્વર નીકળે છે પરંતુ તમે પગથી હાર્મોનિયમ વગાડતા કલાકારને પણ છે આજે તેમના સંગીત રસિક દર્શકો માટે ગુજરાતના કહી શકાય તેવા સંગીત ત્રિપુટી શંકર, અહેસાન ,લોય ,છેલ્લા પાંચ દાયકાથી સાંતલપુર પંથકના પ્રજાને ગીત સંગીતનો રસથાળ પિરસી રહી છે સાંતલપુર ના પ્રભુભાઈ પ્રજાપતિ છેલ્લા પાંચ દાયકાથી લગભગ સો વર્ષ જૂનું હાર્મોનિયમ જેને સાદી ભાષામાં વાજુ પેટી કહેવાય તે હાથ ના બદલે પગથી વગાડે છે અને તેમના આ સંગીત સાથ આપે છે તબલા અને સ્વર નો સંગાથ મળે ત્યારે જે ગીત-સંગીતનો ધ્વનિ ઉત્પન્ન થાય છે તે તમારા તન મન ને ડોલાવી દે છે આમ તો આ કલાકાર ત્રિપુટી સાંતલપુર માત્ર નવરાત્રીના સમયે ગીત સંગીત વગાડે છે રણની કાંધી એ અડી ને આવેલ સાંતલપુરના ગીત-સંગીતના અનમોલ રત્નો તેમની કલાને વેચવા માંગતા નથી એટલે અત્યાર સુધી તેઓ જાહેરમાં આવતા નથી એક પણ ચોપડી નથી ભણેલા રવજીભાઈ પ્રભુભાઈ અને ભોપલી ભાઈ જેઓ એમની સૂઝ-સમજ થી છેલ્લા પાંચ દાયકા સુધી એકસાથે તેઓ સંગીત પીરસી રહ્યા છે હાલના કલાકારો માઇક માં ગાય ત્યારે પાછળ સાજીંદાઓ સુર છેડતા હોય છે પણ આ કલાકાર રવજીભાઈ ગાયક માઇક વગર જ્યારે ગીતોની રમઝટ શરૂ કરે અને પ્રભુ ભાઈ ની આંગળીઓ હાર્મોનિયમ ના કીબોર્ડ પર ફરે અને એમના પગ નીચે હાર્મોનિયમ માં જ્યારે હવાના ઉત્પન્ન કરે ત્યારે સુંદર સંગીત રચના બને છે જોકે ત્રિપુટી કલાકાર માંથી એક કલાકાર આજે હયાત નથી તેવું જાણવા મળ્યું છે
પાટણ જિલ્લા માં આ એક કદાચ કલાકાર હોઈ સકે જે પગ નાં શહારા થી હાર્મોનિયમ વગાડે છે જોકે હવે તેમને ચિંતા એ છે કે આ હાર્મોનિયમ વગાડવા માટે કોઈ તૈયાર નહિ થતા આખરે તેમના દીકરા ને રોજ પ્રેક્ટિસ કરાવે છે.
400 ગરબા, છંદ,સ્તુતિ,આખ્યાન,ભક્તિ રચનાઓ મોઢે હતી
રવજીભાઈ ગીત નો પ્રારંભ કરે અને ભૂપલિભાઈ માં હાથ તબલા પર થાપ્ મારે અને પ્રભુભાઈ પગ થી હાર્મોનિયમ વગાડે ત્યારે સંગીત રસિયાઓ ડોલી ઉઠે છે
નવરાત્રી માં આઠમ નું ખુબજ મહત્વ છે ત્યારે આઠમ ના દિવસે એક વખત દોરી ગરબા રમવાનું પણ આગવું મહત્વ છે પાટણ શહેર ના ગુર્જરવાડા માં આઠમ ના દિવસે દોરી ગરબા રાસ નો વિશેષ ગરબો રમાય છે જમીન થી 25 ફૂટ ના અંતરે દોરડું બાધવા માં આવતું હોય છે અને તેમાં 24 જેટલી દોરીઓ ગુંથી દેવા માં આવી હતી ત્યાર બાદ એક હાથ માં દોરી અને એક હાથ માં ડાંડિયો લઈ ગરબા રમવા નો પ્રારંભ થયો હતો વિશેષ અહેવાલ
અહીંના ખેલૈયાઓ દર વર્ષે નવરાત્રિ દરમિયાન અમુક દિવસે દોરી ગરબા અચૂક રમે છે, જેથી આ પરંપરા પેઢીગત જળવાઈ રહે અને કળા જીવંત રહે. જોકે નવા ખેલૈયાઓ કે અજાણ્યા લોકો માટે આ ગરબા રમવા અત્યંત કઠિન બને છે.. દોરી ગરબા એ આઠ, બાર કે સોળ કે 24 દોરીના હોય, જે એક ગોળ પાટિયા પર ઘડિયાળના આંકડાની જેમ થોડા થોડા અંતરે બાંધેલી હોય.
પાટિયાની ઉપર મધ્ય ભાગે લોખંડનું કડું લાગેલું હોય, જેને દોરડા વડે મેદાનમાં ઊંચે બાંધવામાં આવે છે. આમ, ગરબાની દોરીઓ નીચેની તરફ ઊતરતી હોય, જેને ખેલૈયાઓ એક હાથે પકડે છે. ખેલૈયાઓ બીજા હાથમાં તાલ આપવા માટે દાંડિયા રાખે છે.
સંખેશ્વર ના ટુવડ ગામે આજે પણ 100 વર્ષ બાદ અહી પુરુષો ગરબે ઘૂમે છે અને તે પણ માત્ર ઢોલક , ખંજરી, ના વાદ્ય સંગીતા માં સહારે આમ પાટણ જિલ્લા માં નવરાત્રી અલગ અલગ રીતે ઉજવણી થાય છે.

@partho alkesh pandya