@પરેશ પરમાર, અમરેલી
વડીયા શહેરમાં આજે આજે વહેલી સવારે સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિશ્વયોગ દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં વડીયાની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને મામલતદાર કચેરી સ્ટાફ પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ ગ્રામપંચાયત સ્ટાફ પોસ્ટ ઓફીસ સ્ટાફ સહિતના તમામ સરકારી કર્મચારીઓ અને પૂર્વઉપસરપંચ સહિતના આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી હતી પરંતુ વડીયા શહેરમાજ તાલુકા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયત સહિતના અનેક ભાજપના હોદ્દેદારો છે પરંતુ આ એકપણ હોદ્દેદારોની હાજરી ન રહેતા તેમની ઘેરહાજરી ઉડીને આંખે વળગી હતી…જો કે વડીયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક ભાજપના હોદ્દેદારોમાં જૂથવાદ ની લોકોમાં ચર્ચાઓ વાયુવેગે પ્રસરી રહી છે જુથવાદમાં કોઈ કામોને લઈને વાદવિવાદ સર્જાઈ રહ્યો છે તો કોઈ પક્ષાપક્ષીને લઈને વાદવિવાદ સર્જાઈ રહ્યો છે શહેરમાં ભાજપનાજ બે જૂથ હોવાથી વડીયા શહેરની જનતા પીસાઈ રહી છે ત્યારે આ આંતરિક જૂથવાદ વડીયા શહેરમા ચરમસીમાએ પહોંચ્યો હોઈ તેવું આ વિશ્વયોગ દિવસે ભાજપનાજ આગેવાનોની ઘેરહાજરીને લઈ લોકોમાં ફરી આ ચર્ચાનો વિષય બન્યો છે…