IPL 2023 Champion CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)IPL 2023 ની ફાઈનલ જીતીને પાંચમી વખત ચેમ્પિયન બની. ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ તેમજ ચાહકો માટે આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ચેન્નાઈની જીત બાદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MS DHONI )જોરદાર ઉજવણી કરી હતી. તેણે રવિન્દ્ર જાડેજાને(RAVINDRA JADEJA) ખોળામાં ઊંચક્યો. આ વીડિયોને IPL દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા હતા. તેણે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
IPL 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે(GUJARAT TITANS) 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વરસાદના કારણે ચેન્નાઈને ડકવર્થ લુઈસ(DUKE WIRTH LUIS) નિયમ દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ચેન્નાઈએ 5 વિકેટ રાખીને મેચ જીતી લીધી હતી. જાડેજાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. તેણે મોહિત શર્માની(MOHIT SHARMA ) ઓવરમાં ચોગ્ગાની સાથે સિક્સર પણ ફટકારી હતી. આ જીત સાથે તે ધોની(MS DHONI ) દોડતો પહોંચ્યો હતો. ધોનીએ તેને ખોળામાં ઊંચક્યો.
ચેન્નાઈની જીત બાદ ધોની-જાડેજાની સાથે બાકીના ખેલાડીઓ પણ ઉજવણીના માહોલમાં ઉમટી પડ્યા હતા. IPLએ જાડેજા(RAVINDRA JADEJA) અને ધોનીનો વીડિયો ટ્વીટ કર્યો છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી લગભગ 40 હજાર લોકોએ તેને લાઈક કર્યું હતું. જ્યારે સેંકડો લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ધોનીએ જાડેજાને ખોળામાં ઊંચકીને ચાહકો માટે ભાવનાત્મક ક્ષણ હતી. ફેન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને આ વાત વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ડેવોન કોનવે(Devon Conway)એ ફાઈનલમાં ચેન્નાઈ માટે 25 બોલમાં 47 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ(SHIVAM DUBE) 21 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. જાડેજાએ 6 બોલમાં અણનમ 15 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુ()Ambati Rayuduએ 19 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે અજિંક્ય રહાણે(Ajinkya Rahane)એ 27 રનની ઇનિંગ રમી હતી.
M.O.O.D! 🤗
Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd
— IndianPremierLeague (@IPL) May 29, 2023