IPL 2023 માં ફક્ત 7 જેમના ખેલાડી છે જે વર્ષ 2008 માં પહેલા IPL સીજનનો પણ હિસ્સો હતો. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન MS DHONI IPLની પ્રથમ સિઝનથી આ લીગ રમી રહ્યો છે. 2008 થી 2015 સુધી, તે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો. જ્યારે CSK પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે ધોનીએ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ સાથે 2016 અને 2017ની સિઝન રમી હતી અને પછી 2018 થી તે ફરીથી CSK સાથે જોડાયો હતો. ધોનીએ તેની IPL કારકિર્દીમાં 244 મેચ રમી અને 5054 રન બનાવ્યા. તેણે વિકેટ પાછળ 182 શિકાર પણ લીધા હતા.
ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક (DINESH KARTHIK )પણ પ્રથમ સિઝનથી અત્યાર સુધી સક્રિય છે. આ 16 વર્ષમાં તે 6 ટીમનો ભાગ હતો. તે દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જર્સીમાં દેખાયો હતો. કાર્તિકે અત્યાર સુધીમાં 239 IPL મેચ રમી છે અને 4486 રન બનાવ્યા છે. કાર્તિકે વિકેટ પાછળ 177 શિકાર કર્યા છે.
ટીમ ઈન્ડિયાના અન્ય વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા(riddhiman saha) પણ આ યાદીમાં સામેલ છે. સાહા IPL 2008માં KKRનો ભાગ હતો. આ પછી તે CSK, કિંગ્સ-11 પંજાબ અને SRHનો પણ ભાગ બન્યો. હાલમાં તે ગુજરાત ટાઇટન્સ વતી જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. સાહાએ 155 IPL મેચમાં 2700 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે વિકેટ પાછળ 107 શિકાર પણ કર્યા હતા.
ગબ્બર તરીકે પ્રખ્યાત શિખર ધવન(shikhar dhawan) પણ આ યાદીમાં સામેલ છે. શિખરે વચ્ચેના 16 વર્ષોમાં 6 અલગ-અલગ ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. શિખરે કુલ 213 IPL મેચ રમી છે અને 6536 રન બનાવ્યા છે.
મનીષ પાંડે(manish pandey) IPLની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ પછી તે વધુ 6 ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો. મનીષની આઈપીએલમાં 168 મેચ નોંધાઈ છે. તેણે કુલ 3781 રન બનાવ્યા છે. IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બનવાનો રેકોર્ડ પણ તેના નામે છે.
રોહિત શર્મા(rohit sharma) પ્રથમ ત્રણ આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદનો ભાગ હતો. આ પછી, વર્ષ 2011 થી અત્યાર સુધી તે મુંબઈ ઈન્ડિયન્સ(mumbai indians) સાથે જોડાયેલો છે. રોહિતે અત્યાર સુધી 237 IPL મેચમાં 6063 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી(virat kohli) IPLની પ્રથમ સિઝનથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ છે. તેણે 233 IPL મેચમાં 7043 રન બનાવ્યા છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. સૌથી લાંબો સમય IPL રમનારા ખેલાડીઓમાં તે એકમાત્ર એવો ખેલાડી છે, જેને અત્યાર સુધી એક પણ IPL ટ્રોફી નથી મળી.