સારું છે રામજી રાવણ સાથે યુદ્ધમાં વાંદરાઓને લઇ ગયા…’ : અયોધ્યામાં ભાજપની હાર પર મહંત રાજુદાસ આવું કેમ બોલ્યા
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીમાં આ ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ રામ મંદિરના મુદ્દે સત્તામાં આવી, પરંતુ અયોધ્યા બેઠક પર જ ચૂંટણી હારી ગયું છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.
અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ 54567 મતોથી જીત્યા છે. તેમને કુલ 5,54,289 વોટ મળ્યા. જ્યારે ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહને 4,99,722 વોટ મળ્યા હતા. બીએસપીના સચ્ચિદાનંદ પાંડે ત્રીજા ક્રમે રહ્યા, તેમને 46,407 વોટ મળ્યા.
મહંત રાજુદાસે શું કહ્યું?
હનુમાન ગઢીના મહંત રાજુદાસે X હેન્ડલ પર પોસ્ટ કર્યું, ‘સારું છે કે રામાયણમાં રામજીએ રાવણ સામે લડવા માટે માત્ર વાનર અને રીંછને લઇ ગયા હતા. જો તેઓ અયોધ્યાના લોકોને લઈ ગયો હોત, તો તેમણે સોનાની લંકામાં સોનું મેળવવા માટે રાવણ સાથે સમાધાન જ કર્યું હોત.
अच्छा हुआ रामायण में रामजी रावण से युद्ध करने के लिए बंदरो और भालुओ को ही ले गए थे ! अगर अयोध्या वालो को ले जाते तो सोने की लंका में सोने के चक्कर में रावण से भी समझौता कर लेते।।
— Raju Das Hanumangadhi Ayodhya, मोदी का परिवार (@rajudasji99) June 4, 2024