જૂનાગઢના GIDC વિસ્તારમાં અજીબ બનાવ બન્યો હતો. એક કારમાં ગુંગળાઈ જવાથી બાળકનું મોત નિપજ્યુ હતું. માતાએ બાળકને ન્હાવાનુ કહેતા તેને ગમતું ના હતું. તેથી તે કારખાનામા રહેલી કારમાં છુપાઈ ગયો હતો. કારનો દરવાજો બંધ થઈ જતા બાળકનું અંદર ગુંગળાઈ જવાથી મોત નિપજ્યું.
દરેક માતાપિતા માટે આ કિસ્સો ચોંકાવનારો છે. મૂળ ઉત્તર પ્રદેશના પરિવારના પાંચ વર્ષના આદિત રવીન્દર ભારતી નામના બાળકનું મોત નિપજ્યું છે. જૂનાગઢ જીઆઈડીસીના કારખાનામાં કામ કરતા પરિવારમાં આ દુર્ઘટના સર્જાઇ છે. માતાએ પાંચ વર્ષના બાળકને નાહવા જવાનું કહેતા બાળક કારમાં સંતાઇ ગયો હતો. બાળક કારમાં સંતાયા બાદ તેનાથી દરવાજો બંધ થઇ ગયો હતો જેના કારણે તે ગૂંગળાઇ જવાથી મોત થયું હતુ. હાલ સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
દુખદ બાબત તો એ છે કે, બાળકનો પિતા તેના પરિવારને ફરવા માટે જુનાગઢ લઈ આવ્યો હતો, પરંતું તેમને શુ ખબર હતી કે, તેઓ આ રીતે દીકરો ગુમાવી દેશે. હાલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં બાળક ઘરેથી કારખાનામાં જતો હોય તેવા ફૂટેજ સામે આવ્યાં છે. CCTV માં બાળક દેખાતા જ કારખાનામાં તપાસ કરાઈ હતી. જેના બાદ બાળક કારમાંથી મળી આવ્યો હતો. કાર ખોલવામાં આવી ત્યારે બાળક અંદર બેહોશ પડેલો હતો. કારમાં ગુંગળાઈ જવાથી તેનું મોત નિપજ્યુ હતું.
પીએમ મોદીએ મંદિરની દાનપેટીમાં નાખેલા કવરમાંથી નીકળ્યા આટલા પૈસા, ગુર્જર સમુદાયને આપી ભેટ
વિશ્વના આ 10 દેશો સૌથી વધુ સોનું ઉત્પાદન કરે છે, જાણો ભારતમાં કેટલો વપરાશ થાય છે
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd
રાજકોટ/ Hit & Runની ઘટના, પિતા-પુત્રના મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત