@મોહસીન દાલ ગોધરા
ગોધરા ન.પાલિકા રોસ્ટર ભૂલની ભારેખમ ચર્ચાઓના અંતે આજરોજ સત્તાધારી ભા.જ.પ. માટે વનમેન શો જેવી અનુસૂચિત જાતિ (S.C.) માટે પ્રમુખ પદની યોજાયેલ ઔપચારિક ચૂંટણી પ્રક્રિયાના અંતે પ્રમુખ તરીકે જયેશ ચૌહાણ અને ઉપપ્રમુખ તરીકે સુનિલ લાલવાણી બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવતા સત્તાધારી ભા.જ.પ.માં હર્ષોલ્લાસની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. જો કે ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ઉપપ્રમુખ પદેથી વિદાય લઈ રહેલા અકરમ પટેલ સમેત ૯ પાલિકા સદસ્યોએ સભાખંડમાંથી વોક આઉટ કર્યો હતો. જ્યારે ગઈકાલ સુધી પ્રમુખ પદની દાવેદારીઓમાં ઉતરેલા વોર્ડ નં.૧ના ભા.જ.પ.ના મહિલા સદસ્ય હંસાબેન વાઘેલાએ નાદુરસ્ત કારણોસર સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપતો પત્ર ગોધરા ન.પાલિકાના ચીફ ઓફિસરને સુપ્રત કરતા સત્તાધારી ભા.જ.પ.માં આ મુદ્દો આઘાત જનક ચર્ચાઓમાં ગોઠવાયો છે.
ગોધરા ન.પાલિકામાં રોસ્ટર અમલના ભૂલમાં પ્રમુખ પદે સંજય સોનીએ સત્તાઓ ભોગવ્યા બાદ અઢી વર્ષ માટે પ્રમુખ પદ સામાન્ય મહિક ઉમેદવાર માટે અનામત નહિ પરંતુ અનુસૂચિત જાતિ (S.C.) માટે અનામત જાહેર કરાતા પાલિકાના રાજકીય મોરચે ભારે અપસેટ સર્જાયો હતો. આ ઘટનાક્રમ વચ્ચે ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતના નેતૃત્વમાં ગોધરા પાલિકા પ્રમુખ પદની ચૂંટણીમાં ૪૩ માંથી ૪૦ સદસ્યો સભાખંડમાં હાજર રહયા હતા.એમાં ભા.જ.પ.ના મેન્ડેટ દ્વારા પસંદ કરાયેલા વોર્ડ નં.૧૧ના એકમાત્ર સદસ્ય જયેશ ચૌહાણ પ્રમુખ પદ માટે ચૂંટણી ફોર્મ ભરતા તેઓને બિન હરીફ જાહેર કરાયા હતા. જ્યારે આજ સવાર સુધીમાં ઉપપ્રમુખ પદ માટે AIMIM ના સદસ્ય જલ્લાઉદ્દીન સૈયદ ઉમેદવારી નોંધાવશે ની રાજકીય વાર્તાઓ વચ્ચે ઉપપ્રમુખ પદ માટે ભા.જ.પ.ના વોર્ડ નં.૧ ના સદસ્ય સુનિલ લાલવાણી એ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરતા વિદાય લઈ રહેલા ઉપપ્રમુખ અકરમ પટેલ સમેત ૯ સદસ્યોના વોક આઉટ બાદ સુનિલ લાલવાણીને ઉપપ્રમુખ પદે બિન હરીફ વિજેતા જાહેર કરાયા હતા.
રાજસ્થાનના ભરતપુર પાસે મથુરા જતી બસને નડ્યો અકસ્માત, 11 ગુજરાતીઓના મોત
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU