મોટી મહુડી ખાતે થયેલ હત્યામા ભેદ ઉકેલાયો પતિ જ પત્નીનો હત્યારાઓ …….
@સોહીલ એમ ધડા, ઝાલોદ
love affair: ZALODના મોટી મહુડી ખાતે થયેલ પ્રેમ સબંધમાં પતિ એ જ પત્નીની હત્યા કરી લૂંટનું નાટક ઉભુ કર્યુ હતુ , આ ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.લૂંટ વીથ મર્ડરનો(MURDER) બનાવ બે દિવસ પહેલા ઝાલોદ તાલુકાના મોટીમહુડી ખાતે રાત્રિના સમયે બાઈક(BIKE) ઉપર જઈ રહેલા દંપતિ ને માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી જેમાં પત્નીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી.ઘટનામાં એલસીબી સહિતની પોલીસ ટીમો એ તપાસ નો ધમધમાટ શરૂ કરતાં ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું હતું. પોતાના પ્રેમ સબંધ બચાવવા માટે પત્નિની ગળુ દબાવી હત્યા કરી નાખી લૂંટ વિથ મર્ડરની સ્ટોરી ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.પ્રેમ સંબંધમાં પત્નીનું ગળુ દબાવી હત્યા કરી હતી ,
ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામના શૈલેષ ડામોરને(SHAILESH DAMOR) પોતાના જ ગામની રસીકા નામની મહિલા સાથે પ્રેમ સબંધ હતા. પોતાના પતિના પ્રેમસંબંધની જાણ પત્નીને થતા બન્ને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી અને પ્રેમિકા શૈલેષ સાથે જ રહેવા માંગતી હતી જેથી પ્રેમસંબંધમાં(love affair) કાંટારૂપ પત્નિની હત્યા કરવાનુ આયોજન કરી બનાવના દિવસે આરોપી શૈલેષ પોતાની પત્નીને બાઈક ઉપર લઇ પોતાના સાઢુને ત્યાં તેમજ અન્ય સબંધીઓને ત્યાં લઈ ગયો હતો અને મોડી રાતે પોતાના ઘરે પરત જતી વખતે મોટીમહુડી ખાતે સુમસાન જગ્યામાં બાઈક સાથે ગટરમાં પાડી દીધી હતી ત્યારબાદ ગળુ દબાવી હત્યા કરી નાખી અને તેના શરીર ઉપરના ચાંદીના દાગીના ઉતારી લીધા તેમજ પોતાના કાનમાં પહેરેલ કડીઓ પણ ખેંચી લીધી અને નજીક ની ઝાડીઓમાં છુપાવી દીધા બાદ પોતાના ભાઈને ફોન કરી પોતાને અને પત્નીને લૂંટારાઓ માર મારી લૂંટ ચલાવી હોવાની જાણ કરી હતી અને પરીવારજનો આવતા પોતે બેભાન હોવાનું નાટક કર્યુ હતુ.
આમ આરોપીના અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાને કારણે જ પોતાની પત્ની હત્યા કરી હતી તેવુ પોલીસ તપાસ મા બહાર આવ્યુ છે.
પર્યાવરણનો(environment) સૌથી મોટો દુશમન છે વિકાસ
અરવલ્લી/ ધનસુરા તાલુકા વિસ્તારમાં અજગરનો દેખાડો(python)
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, પતરાંના શેડ ઉડ્યા
Godhra ન.પાલિકા પાસે પૈસા નથી ના સત્તાધીશોના ઉધ્ધત જ્વાબોમાં નિવૃત કર્મચારીઓ પણ બેહાલ…..
ACCIDENT/ ઉના કંસારી રોડ પર એસ ટી બસ અને કાર વચ્ચે અકસ્માત, કારનો બુકડો બોલી ગયો.
Kadana મામલતદાર કચેરીના સરકારી ધાબા ઉપર થર્ટી ફર્સ્ટની શેખી મારતી ઉજવણી ભારે પડી…..