- કડાણા મામલતદાર કચેરીના તત્કાલીન સમયના ડે.મામલતદાર રાકેશ પરમારનો આલ્કોહોલીક બ્લડ સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવતા અંતે ગુન્હો દાખલ.!!
#મોહસીન દાલ, ગોધરા
કડાણા મામલતદાર કચેરીના કેમ્પસમાં આવેલા એક કચેરીના ધાબા ઉપર બેસીને દારૂની મહેફિલ માણતા તત્કાલીન સમયના નાયબ મામલતદાર રાકેશ પરમારના સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોના પગલે શરૂ થયેલ તપાસોમાં નાયબ મામલતદાર રાકેશ પરમારના આલ્કોહોલિક બ્લડ સેમ્પલનો રીપોર્ટ પોઝીટીવ આવતા કડાણા પોલીસ મથકમાં તત્કાલીન સમયના નાયબ મામલતદાર અને હાલમાં બાલાસિનોર મામલતદાર કચેરીમાં મહેસુલી તલાટીની ફરજ બજાવતા રાકેશ પરમાર સામે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવતા મહીસાગર જિલ્લાના મહેસુલી તંત્રમાં ભારે ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે એટલા માટે કે સરકારી કચેરીના ધાબા ઉપર દારૂની મહેફિલ માણનારા રાકેશ પરમાર જે તે સમયે શિક્ષાત્મક કાર્યવાહી માંથી ભલે બચી જવામાં સફળ રહયા હશે પરંતુ છ મહિનાઓ બાદ ગાંધીનગર એફ.એસ.એલ. માંથી આલ્કોહોલિક બ્લડ સેમ્પલનો રીપોર્ટ પોઝીટીવ આવતા સરકાર પક્ષે કડાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદમાં આરોપી બનેલા રાકેશ પરમાર સામે મહીસાગર કલેકટરાય કચેરી દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીઓ હાથ ધરવામાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.!!
સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા આ વિડીયોમાં પ્લાસ્ટિકના ગ્લાસમાં શરાબના પેગને પેટમાં ગટગટાવતો આ ચહેરો કોઈ સામાન્ય નહિ પરંતુ કડાણા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર રાકેશ પરમાર ખુદ છે.!! સત્તાના નશા સાથે શરાબના આ નશાના બેવડા સેવનમાં નાયબ મામલતદાર રાકેશ પરમાર સામે બેઠેલા કોઈ અજાણુ ચહેરાને શેખી મારતા કહે છે કે મારું કામ એવું છે કે એવું નહિ કે આ સાહેબ પીધેલા છે એટલે આવું કહે છે પરંતુ તમે અડધો કલાક કે આવતીકાલે પણ મને પૂછશો તો જવાબ મારો એજ હશે.!! હું પીધેલો હોઉં કે ના પીધેલો હોઉં મને કોઈ ફેર પડતો નથી અને કોઈપણ અધિકારી પીધેલા હોય તો સાચું જ બોલે પરંતુ કોઈ અધિકારી ગોળ ગોળ ફેરવે એ યોગ્ય નથી સાથે અપશબ્દો પણ બોલે છે.!! આ સંવાદ વચ્ચે ખુરશીની બાજુમાં વિદેશી શરાબ ભરેલ બોટલ પણ દેખાઈ રહી હોવાના દ્રશ્ય વચ્ચે સામે બેઠેલ અજાણ વ્યક્તિ નંબર આપ્યો છે.પરંતુ ફોન નથી આવ્યો ના સંવાદ વચ્ચે મામલતદાર કચેરીના ધાબા ઉપરથી વિદાય લેવાની વાત કરી રહયા છે.!!