- આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 45 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો…
- સમયની સાથે હાલત બદલવી પડશે કોમનો આગેવાન શિક્ષિત હશે તો કોમ પણ પ્રગતિ કરી શકશે.
- વિશ્વમાં તે સંપ્રદાય આગળ વધશે જે સંપ્રદાયના આગેવાનો શિક્ષિત હશે અમારી સંસ્થાનો ધ્યેય એ જ છે કે શિક્ષિત બનો અને સમાજ તથા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનો : : સૈયદ વાહીદઅલી બાવા સાહેબ
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ તેમજ સૂફી એવોર્ડ્સ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 45 યુવક યુવતીઓએ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કલ્લા સ્થિત ફૈઝ ચેરીટેબલ સેવાભાવી સંસ્થા એક અંતરિયાળ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકોને અવિરત મદદરૂપ બની સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણરૂપી ચમનની સ્થાપના કરી શિક્ષણની એક અનેરી સુવિધા ઉભી કરવામાં આવી છે
અંતરળીયાર વિસ્તારમાં આ સાથે અત્યાર સુધીમા સતત 15 સમુહલગ્નોત્સવ યોજવામાં આવ્યા જેમાં અત્યાર સુધી 784 યુગલો એ સમૂહ લગ્ન મા નિકાહ કરી સાંસારિક જીવન ની શરૂઆત કરી ચુક્યા છે કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓ નું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું.
સમારોહના મુખ્ય વક્તા સૈયદ વહીદઅલી બાવા સાહેબે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સંસ્થા સાથે કદમ થી કદમ મિલાવી જોડાયેલા પુર્વ ધારાસભ્ય સતિષ પટેલ તેમજ અન્ય નામી અનામી અગ્રણીઓના તેઓએ પ્રશંસા કરી હતી. આજે જે છાત્રોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તે સમાજના છાત્રોને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા. આજે સમયની સાથે હાલત બદલવાની વાત કરી હતી. કોમનો આગેવાન શિક્ષિત હશે તો કોમ પણ પ્રગતિ કરી શકશે. વિશ્વમાં તે સંપ્રદાય આગળ વધશે જે સંપ્રદાયના આગેવાનો શિક્ષિત હશે. જે સંપ્રદાયના આગેવાનો અશિક્ષિત હશે તે સંપ્રદાય અશિક્ષિત હશે. આ સંસ્થાનો ધ્યેય એ જ છે. કે શિક્ષિત બનો અને સમાજ તથા રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનો. કુરાન એ એક એવો ખજાનો છે જે વ્યકિત એમાં ડૂબશે તે મોતી કાઢશે. ખુદા જ્યારે બંદાઓને સંદેશ આપે છે તે પોતાના પ્યારા નબી સાહેબના માધ્યમથી આપે છે. તેજસ્વી છાત્રોને સૂફી એવોર્ડ્સ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૂફી સંત સૈયદ મુસ્તાકઅલી બાવા સાહેબે નવ યુગલોને દુઆઓ આપી તેઓનું લગ્ન જીવન સુખમય અને સફળ નીવડે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે જ્યારે દુલ્હનોએ વિદાય લીધી ત્યારે ખૂબ ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા…
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર