વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીતના એક દિવસ પછી, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ DK Shivkumar મુખ્યમંત્રી પદની રેસમાં દોડી રહ્યા છે. ચૂંટણીમાં જંગી જીત બાદ બહાર આવેલા ફોટોમાં પાર્ટી અધ્યક્ષ DK Shivkumarના બંને હાથમાં હોસ્પિટલમાં દાખલ થયાના ચિન્હો જોવા મળી રહ્યા છે. DK Shivkumarના એક હાથમાં વીગો લાગેલી જોઈ શકાય છે, તો બીજા હાથમાં પાટાપિંડી કરેલી જોવા મળે છે. તેઓ હોસ્પિટલમાંથી રજા લઈને આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે.
ચૂંટણી પરિણામો બાદ કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને DK Shivkumar વચ્ચે સ્પર્ધા કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
કહેવાય છે કેસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર DK Shivkumar સીએમ પદને લઈને ટેન્શનમાં છે, કદાચ તેથી જ તેમને બીપીની સમસ્યા થઇ છે અને તેમને બોટલ ચઢાવવામાં આવી હતી.
DK Shivkumarની તબિયત અત્યારે સારી નથી અને કદાચ તેમને વધુ બોટલ ચઢાવવામાં આવી શકે છે. અને તેથી જ તેમના હાથમાં વીગો લાગેલી જોવા મળી રહી છે.
કનકપુરાથી વિધાનસભા ચૂંટણી જીતેલા શિવકુમારે કહ્યું કે, તેમણે બધાને સાથે લઈને દિવસ-રાત કામ કર્યું. આજે DK Shivakumar નો જન્મદિવસ છે. આવી સ્થિતિમાં કામદારો તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે પણ તેમના હાથમાં વીગો જોવા મળી રહી છે.