કેશોદના રંગપુર ગામે સગીરાંનેભગાડી જવા બાબતે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ ગામના જ યુવક બ્રિજેશ નામુભાઈ દયાતર વિરૂધ્ધ કલમ 363, 366 મુજબ ફરિયાદનોંધાવી હતી
પોલીસ કાર્યવાહીમાં ઢીલ કરતી હોય સગીરાના પરીવાર અને ગ્રામજનો કેશોદ પોલીસ સ્ટેશન ધસી આવી આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા રજૂઆત કરી હતી .
સગીરાના પરીવારની રજૂઆતના 1 દિવસ બાદ પોલીસે મુખ્ય આરોપી બ્રિજેશ નામુભાઈ દયાતર અને સગીરાને ભગાડી જવા મદદગારી કરનાર કુલદીપ મનુભાઈ પારેડીને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. અને બંને ને ઝડપી પડ્યા હતા.
નોંધનીય છે કે પાંચ દિવસ અગાઉ તાલુકાનાં રંગપુર ગામે રહેતા યુવાન બ્રીજેશભાઈ નામુભાઈ દયાતર પોતાનાં જ ગામની સગીરાને ભગાડી ગયો હતો. કેશોદ પોલીસ સ્ટેશને રંગપુર ગામેથી સગીરાના પરિવારજનો અને આગેવાનો રૂબરૂમાં બહોળી સંખ્યામાં આવી આરોપીને ઝડપી લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ઇન્સપેકટર બી.બી. કોળી દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી બ્રીજેશને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે શકય એટલી વહેલી તકેઆરોપી સહિત સગીરાને ઝડપી લેવામાં આવશે એવી ખાત્રી આપી હતી.