2024 election: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ (congress) અધ્યક્ષની ચૂંટણી (election) લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ આ ટીમમાં સામેલ કર્યા છે.
કોંગ્રેસ (congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CWCની નવી ટીમની જાહેરાત કરી છે. ખડગેએ તેમની સામે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડનાર શશિ થરૂર અને રાજસ્થાન કોંગ્રેસના નેતા સચિન પાયલટને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય ગાંધી પરિવારના ત્રણેય ચહેરાઓને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવ્યા છે.
આ ટીમમાં ખડગે બાદ સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહનું નામ છે. તે પછી રાહુલ ગાંધી, અધીર રંજન ચૌધરી, એકે એન્ટની, અંબિકા સોની, મીરા કુમાર અને દિગ્વિજય સિંહનું નામ પણ સામેલ છે.
આ ટીમમાં ઘણા યુવા ચહેરાઓને સ્થાન મળ્યું છે, જેમાં રાહુલ ગાંધી ઉપરાંત સચિન પાયલટ, ચરણજીત સિંહ ચન્ની, કુમારી સેલજા, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ગૌરવ ગોગોઈ અને રણદીપ સિંહ સુરજેવાલા સહિતના ઘણા નામ છે. આ સિવાય યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી એકે એન્ટનીને પણ ખડગેની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં જ તેમનો પુત્ર અનિલ એન્ટની ભાજપમાં જોડાયો હતો, જેને ભાજપે તેની રાષ્ટ્રીય ટીમમાં પણ સામેલ કર્યો છે.
The Congress President Shri @kharge has constituted the Congress Working Committee.
Here is the list: pic.twitter.com/dwPdbtxvY5
— Congress (@INCIndia) August 20, 2023
ખડગેની ટીમમાં કોને સ્થાન મળ્યું?
1- મલ્લિકાર્જુન ખડગે
2- સોનિયા ગાંધી
3- ડૉ.મનમોહન સિંહ
4- રાહુલ ગાંધી
5- અધીર રંજન ચૌધરી
6- એકે એન્ટોની
7- અંબિકા સોની
8- મીરા કુમાર
9- દિગ્વિજય સિંહ
10- પી ચિદમ્બરમ
11- તારિક અનવર
12- લલથાનહાવલા
13- મુકુલ વાસનિક
14- આનંદ શર્મા
15- અશોકરાવ ચવ્હાણ
16- અજય માકન
17- ચરણજીત સિંહ ચન્ની
18- પ્રિયંકા ગાંધી વાડ્રા
19- કુમારી સેલજા
20- ગાયખાંગમ ગંગમાઈ
21- એન રઘુવીરા રેડ્ડી
22- શશિ થરૂર
23- તામ્રધ્વજ સાહુ
24- અભિષેક મનુ સિંઘવી
25- સલમાન ખુર્શીદ
26- જયરામ રમેશ
27- જિતેન્દ્ર સિંહ
28- રણદીપ સિંહ સુરજેવાલા
29- સચિન પાયલટ
30- દિપક બાબરીયા
31- જગદીશ ઠાકોર
32- જીએ મીર
33- અવિનાશ પાંડે
34- દીપા દાસ મુનશી
35- મહેન્દ્રજીત સિંહ માલવિયા
36- ગૌરવ ગોગોઈ
37- સૈયદ નસીર હુસૈન
38- કમલેશ્વર પટેલ
39- કેસી વેણુગોપાલ
કાયમી આમંત્રિત
1- વીરપ્પા મોઈલી
2- હરીશ રાવત
3- પવન કુમાર બંસલ
4- મોહન પ્રકાશ
5- રમેશ ચેન્નીથલા
6- બીકે હરિપ્રસાદ
7- પ્રતિભા સિંહ
8- મનીષ તિવારી
9- તારિક હમીદ કારા
10- દીપેન્દ્ર સિંહ હુડ્ડા
11- ગિરીશ રાય ચોડણકર
12- ટી સુબ્રમી રેડ્ડી
13- કે રાજુ
14- ચંદ્રકાંત હંડોર
15- મીનાક્ષી નટરાજન
16- ફૂલો દેવી નેતામ
17- દામોદર રાજ નરસિંહ
18- સુદીપ રોય બર્મન
ચાર્જમાં
19- ડૉ. એ. ચેલાકુમાર
20- ભક્ત ચરણ દાસ
21- ડૉ.અજોય કુમાર
22- હરીશ ચૌધરી
23- રાજીવ શુક્લા
24- મણિકમ ટાગોર
25- સુખવિન્દર રંધાવા
26- રજની પટેલ
27- કન્હૈયા કુમાર
28- ગુરદીપ સપ્પલ
29- દેવેન્દ્ર યાદવ
30- મનીષ ચતરથ
ખાસ આમંત્રિત
1- પલ્લમ રાજુ
2- પવન ખેડા
3- ગણેશ ગોડિયાલ
4- કોડીકુનીલ સુરેશ
5- યશોમતી ઠાકુર
6- સુપ્રિયા શ્રીનેટ
7- પરિણીતી શિંદે
8- અલકા લાંબા
9- વામશી ચંદ રેડ્ડી
10- શ્રીનિવાસ BV (IYC પ્રમુખ)
11- નીરજ કુંદન (NSUI પ્રમુખ)
12- નેટ્ટા ડિસોઝા (મહિલા કોંગ્રેસ અધ્યક્ષ)
13- લાલજી દેસાઈ (સેવાદળના મુખ્ય આયોજક)
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8