છેલ્લા કેટલાક સમયમાં મહિલાની અમાનવીય રીતે હત્યા કરવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. જેમાં ભાજીમૂળા કે પછી કતલખાને વહેરાતાં ઢોરની માફક સ્ત્રીઓની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ પણ તેમના શરીર સાથે પણ અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. જે સાંભળીને માત્ર હ્ર્દય કંપી જાય છે.
કોઈના શરીરના ટુકડા કરી કૂકરમાં બાફવામાં આવ્યા તો કોઈના શરીરના ટુકડાઓને ફ્રિજમાં સાચવી રાખવામાં આવ્યા તો કોઈ ને કૂતરાઓને ખવડાવવામાં આવી, આ બધા લક્ષણો માનસિક વિકૃતિ તરફ દોરી જાય છે. સમાજમાં આવી ક્રૂરતાના કિસ્સાઓ અચાનક વધી ગયા છે. મીડિયા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે રીતે આવા સમાચારો વધુ દેખાઈ રહ્યા છે તે જોઈને લાગે છે કે સમાજમાં ક્રૂરતા વધી ગઈ છે.
દેશ અને દુનિયામાં દરરોજ હત્યાના અસંખ્ય બનાવો બને છે. ગોળી મારવા, છરી કે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારવા જેવા કિસ્સાઓની હવે લોકોના માનસ પર અસર નથી થતી. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આફતાબ પૂનાવાલા-શ્રદ્ધા વોકર જેવા સમાચારોએ લોકોને ચોંકાવી દીધા છે.આ હત્યારાઓએ હત્યા બાદ લાશના ટુકડા કરીને બર્બરતાની હદ વટાવી દીધી હતી. આફતાબ બાદ મુંબઈના મીરાનગરના હત્યાકાંડે બધાને હચમચાવી દીધા છે.
આ ઘટનામાં પણ હત્યારાના લિવ-ઈન પાર્ટનર દ્વારા સાત વર્ષથી તેની સાથે રહેતી પ્રેમિકાની લાશના ટુકડા કરી નખવામાં આવ્યા હતા. પછી પ્રેમિકાના શરીરના ટુકડા કરી મિક્સરમાં પીસી તે ટુકડાઓ ઉકાળીને કૂતરાઓને પણ ખવડાવવામાં આવ્યા હતા. આટલી બધી કૃરતા માણસમાં ક્યાંથી આવે છે.
ગુનાહિત મનોવિજ્ઞાન એવા લોકોનું અર્થઘટન કરે છે જેઓ હત્યા કરે છે. આમાં સંજોગો, ઉછેર, શિક્ષણ, સામાજિક સ્થિતિ, માનસિક સ્થિતિ બધું જ જવાબદાર છે. પરંતુ જ્યારે એવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં પોતાના પરિચિતોના મૃત્યુ બાદ મૃતદેહ સાથે ક્રૂરતા આચરવામાં આવે છે ત્યારે તેમને મનોરોગીનો દરજ્જો આપવામાં આવે છે.
સાયકોલોજીસ્ટના જણાવ્યા અનુસાર મૃત શરીર પ્રત્યે ક્રૂરતા એ માનસિક ગાંડપણ કે બીમારી કરહી શકાય. નેક્રોફનિક વૃત્તિઓ ધરાવતા ગુનેગારો મૃત્યુ પછી મૃત શરીર સાથે સંભોગ કરવા જેવા કાર્યો કરે છે. મૃત શરીર સાથે ક્રૂરતા જેમ કે મૃત શરીરના કોઈપણ ભાગને ખાવું, તેના ટુકડા કરવા, તેને ઉકાળવા, કૂતરાઓને ખવડાવવા, ફ્રીજમાં રાખવા, આ બધા લક્ષણો સામાજિક વ્યક્તિત્વ વિકારના માનવામાં આવે છે. સમાજમાં આવી ક્રૂરતાના કિસ્સાઓ અચાનક વધી ગયા છે. મીડિયા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે રીતે આવા સમાચારો વધુ દેખાઈ રહ્યા છે તે જોઈને લાગે છે કે સમાજમાં ક્રૂરતા વધી ગઈ છે.
જયારે દિલ્હીના IHBAS દિલ્હીના મનોચિકિત્સા વિભાગના વડા ડૉ. ઓમપ્રકાશ કહે છે કે આવી ઘટનાઓને માનસિક રોગો સાથે જોડવી સંપૂર્ણપણે ખોટી છે. આવા લોકોને સાયકોપેથ કહેવા અથવા તેઓ કોઈને કોઈ માનસિક રોગથી પીડિત છે એમ કહેવું એ સમગ્ર સમાજ અને મીડિયાની દૂષિતતા દર્શાવે છે.તેમના મત અનુસાર આ કેસ એક સામાન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે જે ખૂબ જ બુદ્ધિશાળી છે અને મનોરોગી નથી. તેણે પુરાવાનો નાશ કરવા અને પોતાને બચાવવા માટે તમામ પુરાવાનો નાશ કર્યો છે. લાંબા સમયથી એવી માન્યતા છે કે ક્રૂરતાની ઘટનાઓ માનસિક બીમારી સાથે જોડાયેલી છે, જે માનસિક રીતે બીમાર લોકોની સંભાળને અસર કરે છે. તેમના પ્રત્યે સમાજમાં ખોટો સંદેશ જાય છે. માનસિક દર્દીઓ પ્રત્યે દયા કે સહાનુભૂતિ રાખવાને બદલે લોકો તેમના પ્રત્યે ડર અને નફરત રાખવા લાગે છે.