ગામ હોય કે શહેર રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે આવા રખડતા પશુઓ પર વહીવટી તંત્ર દ્વારા નિયંત્રણ માટે નક્કર પગલાં લેવાતા નથી. પરિણામે કેટલાય વાહનચાલકો, રાહદારીઓ આવી ઘટનાના ભોગ બનતા હોય છે.
મોડાસા શહેરના માલપુર રોડ અને મેઘરજ રોડ તેમજ સહયોગ બાયપાસ વિસ્તારમાં અસંખ્ય રખડતા પશુઓ અડ્ડો જમાવીને બેઠા હોય છે. પશુ માલિકો પણ ફક્ત દૂધ માટે જ પશુઓને ઘરે રાખી જાહેર રસ્તે છોડી મુક્તા હોય છે. જેના કારણે શાળાએ જતા આવતા વિદ્યાર્થીઓ, આમ જનતા, નાના-મોટા વાહનચાલકો પણ રાખડતા પશુઓના કારણે ત્રસ્ત છે. ત્યારે આજે સવારે મોડાસાના માલપુર રોડ પર બે આખલા બાખડેલા જોવા મળ્યા હતા. સતત અડધો કલાક સુધી આખલા યુદ્ધ ચાલ્યું હતું. કેટલાય વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે ત્યાંથી પસાર થતા જોવા મળ્યા હતા. ભૂતકાળમાં પણ અનેક વાહનચાલકો રાખડતા પશુઓના કારણે ભોગ બનેલા છે. ત્યારે પશુ માલિકો અને પાલિકા તંત્ર પણ રખડતા પશુઓ બાબતે આકરા પગલાં લે એ જરૂરી છે.
માલપુર રોડ પર ITI પાસે રોડ વચ્ચે જામ્યું આખલા યુદ્ધ pic.twitter.com/qFvZMPeb0j
— 1nonlynews.com (@1nonlynews) September 1, 2023
માલપુર રોડ પર ITI પાસે રોડ વચ્ચે જામ્યું આખલા યુદ્ધ pic.twitter.com/qFvZMPeb0j
— 1nonlynews.com (@1nonlynews) September 1, 2023
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8