કચ્છમાં કેરીના પાકને નુક્શાન પહોંચ
ક્ચ્છ
ક્ચ્છ જિલ્લામાં ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકશાન થવા પામ્યું છે
ઠેર ઠેર નુકશાની જોવા મળી રહી છે,ખેડૂત આઘેવાન હરેશભાઇ ઠક્કરના જણાવ્યા પ્રમાણે ભુજ અંજાર રાજય ધોરીમાર્ગ પર આવેલા રેલડી નજીક ભારે પવન સાથે વરસાદ પડતાં મોટા ભાગની કેરી ખરી પડી હતી,હજુ તો કેરી ઝાડ પર પાકવાની સિઝન હોય અને તે સમયે કેરી ખરી પડે,તેનાંથી ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે,કેરી ખરી પડતા ખેડૂતોને લાખોની નુકશાની પહોચી છે,અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ હાલત જોવા મળી છે,કેરી ખરી પડતા હવે ખેડૂતોને યોગ્ય ભાવ મળવા પણ મુશ્કેલ બન્યા છે
….