(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લામાં હળવદ બસ સ્ટેન્ડ પાછળ, રબારીવાસમાં જુગાર રમતા આઠ શખ્સોને જુગાર રમતા એલસીબીએ પકડી પાડીને ગણનાપાત્ર રકમથી વધુ રકમનો રોકડા રૂપીયા અઠાવન હજાર ના મુદામાલ સાથે મોરબી એલસીબીએ ઝડપી પાડયા છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલ.સી.બી. નાં હેડ કોન્સ્ટેબલને સંયુકતમાં બાતમી મળેલી કે પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારી રહે. હળવદ રબારીવાસ વાળો પોતે ભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા જુગાર રમતા પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા ઉવ-૫૧ રહે. રબારીવાસ હળવદ, પ્રદિપભાઇ ગોકળભાઇ બાર ઉવ-૪ર રહે. રબારીવાસ, હળવદ, અજીતભાઇ સોમાભાઇ ગોહિલ ઉવ-૩૯ રહે. ગૌરી દરવાજા, હળવદ, દેવજીભાઇ કેશવજીભાઇ અધારા ઉવ-૬૫ રહે.ઇશ્વરનગર તા.હળવદ, રણજીતભાઇ વિરમભાઇ ખેર ઉવ-૪૫ રહે. મેરૂપર તા.હળવદ, નટુભાઇ અમરશીભાઇ નારીયાણી ઉવ-૫૦ રહે. મેરૂપર તા.હળવદ, જયતિભાઇ મોહનભાઇ સોનગ્રા ઉવ-૩૯ રહે. રબારીવાસ, હળવદ,
હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા ઉવ-૪૩ રહે. આનંદપાર્ક, હળવદવાળાને પકડી પાડીને રોકડા રૂપિયા અઠાવન હજાર ના મુદ્દામાલ સાથે મળી આવતા તમામ આંઠ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી નેં રજીસ્ટર કરાવ્યો છે.