@mohsin dal, godhara
પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ખાતે આવેલ શ્વેતાંબર જૈન મંદિર માંથી દાનપેટીની ચોરી કરનાર ૫ પૈકી ૩ ઈસમોને જિલ્લા એલ.સી.બી. પોલીસે હાલોલ શહેરના રેકડીના નાળા પાસેથી ઝડપી પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી જિલ્લા કએલ.સી.બી. પોલીસે ₹ ૧૫,૦૦૦/- ની રોકડ રકમ રીકવર કરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેર ખાતે આવેલા શ્વેતાંબર જૈન મંદિરમાંથી ગત દિવસોમાં મંદિરમાં ગુરુ મહારાજની પ્રતિમાંની સામે મૂકેલી દાન પેટીની ચોરી થઈ હતી જેમાં મંદિરની કાચની બારીનો નકુચો તોડી અજાણ્યા ચોર ઇસમોએ મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા જેમાં દાનપેટીમાં અલગ અલગ દરની ચલણી નોટો અને સિક્કાઓ મળી કુલ ₹ ૨૨,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી થયાની ફરીયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાં બનતા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓને ડીટેકટ કરવા માટેની કામગીરીમાં જોતરાયેલી પંચમહાલ જિલ્લા એલ.સી.બી. પોલીસને પાવાગઢ ખાતે થયેલી ચોરી અંતર્ગત હ્યુમન સોર્સિસ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે પાવાગઢના શ્વેતાંબર જૈન મંદિરમાં થયેલી દાન પેટીની ચોરીમાં પાંચ લોકો સંડોવાયેલા છે. જેમાં લિલેશ કરમસિંહ ભાભોર, અલ્કેશ બરસિંગ ભાભોર, કેગુ રામસિંગભાઈ ડામોર, મનુ ચંદુભાઈ પરમાર, અને માનસિંગ ચંદિયાભાઈ પરમાર તમામ રહે. ગાંગરડા, હોળી ફળિયા તા. ગરબાડા, જિલ્લો દાહોદનાઓ છે અને આ પાંચેય આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ દાન પેટીમાંથી ભાગમાં આવેલ ચોરીની રકમમાંથી ખરીદી કરવા વડોદરા જવા નીકળેલ છે અને હાલમાં હાલોલના રેંકડીના નાળા પાસે ઉભેલા છે જે માહિતીના આધારે એલ.સી.બી. પોલીસે ખાનગી વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા લીલેશ, અલ્કેશ, અને કેગુ પાસેથી પોલીસે ચોરી કરેલી ₹ ૧૫,૦૦૦/- ની રોકડ રકમ પણ મળી આવી હતી. જેમાં ઝડપાયેલા ૩ આરોપી અને અન્ય ૨ આરોપીઓ મળી કુલ ૫ લોકોએ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં આવેલ શ્વેતાંબર જૈન મંદિરની કાચની બારીનો નકુચો તોડી બારી ખોલી મંદિરમાં પ્રવેશ કરી દાન પેટીની ચોરી કરી હોવાની અને તે દાનપેટીને પાવાગઢના જંગલમાં તોડી તેમાંથી નીકળેલી રકમ સરખી ભાગે વહેંચી લીધી હોવાનું કબૂલ્યું હતું જેમાં જિલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપાયેલા ૩ આરોપીઓને પાવાગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી અન્ય ૨ આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
મેઘો મુશળધાર: અરવલ્લી જીલ્લામાં સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો