- ધારાસભ્ય હીરા સોલંકી હોસ્પિટલમાં પોંહચ્યાં
- વનવિભાગને દીપડો તાત્કાલિક પાંજરે પુરવા સૂચના આપી …
- વધ્તાજતા બનવાને લઈ ધારાસભ્ય હીરા સોલંકી વનમંત્રીને રજુઆત કરશે…
@paresh parmar, amreli
અમરેલી જિલ્લામાં દિપડા દ્વારા હુમલો કરી માનવી તથા પાલતુ પ્રાણીઓને ઘાયલ કરી નાખવાં અથવા તો ફાડી ખાવાની ઘટના હવે સામાન્ય બની છે. ત્યારે જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે રહેતાં અને ગામની બહાર પોતાનાં રહેણાંકી ઘરમાં સુતેલા એક 67 વર્ષીય મહિલા ઉપર દીપડાએ હુમલો કરી મોત નિપજાવતા ભારે અરેરાટી ફેલાય છે તો બીજી તરફ વન્ય પ્રાણીઓનો આંતક અમરેલી જિલ્લામાં યથાવત રહેતાં ભયનો માહોલ સર્જાયો છે. તો નાગેશ્રી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે.
આ બનાવમાં સૂત્રોમાંથી જાણવાં મળતી વિગત મુજબ જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે રહેતાં અને ગામની બહાર પોતાનાં રહેણાંકી ઘરમાં સુતેલા મોંઘીબેન નારણભાઈ બારેયા નામનાં 67 વર્ષીય મહિલા ઉપર દીપડાએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ ત્યાં આ વ્રુધ્ધ મહિલાનું મોત નિપજાવતા ભારે અરેરાટી ફેલાય છે તો બીજી તરફ વન્ય પ્રાણીઓનો આંતક અમરેલી જિલ્લામાં યથાવત રહેતાં ભયનો માહોલ સર્જાયો છે. તો નાગેશ્રી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે.