આજરોજ તારીખ 9/9/23 ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો બી.જી.ગોહિલ સાહેબ દ્વારા લીંબડી તાલુકા ખાતે મોબાઈલ મેડિકલ યુનિટનુ લોકાર્પણ કરવામાં આવ્યું. આ મોબાઇલ મેડિકલ યુનિટ ગુજરાત સરકાર અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવે છે
જેમાં ડોક્ટર,ડ્રાઇવર,લેબ ટેકનીશીયન અને ફાર્મસીસ્ટ એમ ચાર જણા નો સ્ટાફ છે
આ મોબાઈલ મેડિકલ યુનિટમાં તાવ, શરદી,જાડા,ઉલટી, ચામડીના રોગો, મેલેરિયા,ટાઇફોઇડ,શરીરના દુખાવા વગેરે રોગોની સારવાર તેમજ બ્લડ અને યુરિન ના રિપોર્ટ પણ વિનામુલ્યે કરી આપવામાં આવશે
સગર્ભા બહેનો ની તપાસ તથા સ્કૂલ વિજીટ અને આંગણવાડી વિઝીટ્ દ્વારા નાના બાળકો ની તપાસ કરી ને જરૂરી દવા આપવામાં આવે છે
મોબાઇલ મેડીકલ યુનિટ લીંબડી તાલુકા ના 18 ગામોને પ્રાથમિક આરોગ્યની સેવા પૂરી પાડશે
આ લોકાર્પણ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો બી.જી.ગોહિલ સાહેબ, પ્રોજેક્ટ કર્ડીનેટર ડો અવિનાશ પંડ્યા, મોબાઈલ મેડિકલ યુનિટ નો સ્ટાફ તેમજ લીંબડી જનરલ હોસ્પિટલ નો સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હત
સચિન પીઠવા સુરેન્દ્રનગર