અરવલ્લી જિલ્લો રાજસ્થાનને જોડતો સરહદી જિલ્લો છે ત્યારે બુટલીગરો દ્વારા વિદેશી દારૂ સતત અરવલ્લી જિલ્લા માંથી પસાર કરવામાં આવતો હોય છે અરવલ્લી જિલ્લા પોલીસ પણ હવે સતર્ક બની છે શામળાજી પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાત માં આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં શામળાજી પોલીસે બાતમીના આધારે અણસોલ નજીકથી થી એક કન્ટેનર ઝડપ્યું હતું જ્યાં પોલિસ દ્વારા ચેકિંગ કરવામાં આવતા કન્ટેનર માં વિદેશી દારૂ ભરેલો હતો જ્યાં શામળાજી પોલીસે કન્ટેનર માંથી 784 પેટી જેમાં 24,024 વિદેશી દારૂ ની બોટલ ઝડપી હતી જેની કિંમત 48.53 લાખ રૂપિયા ની કિંમત થાય છે આમ પોલીસે કન્ટેનર સાથે કુલ મુદ્દા માલ 58,53,400નો મળી એક આરોપીને ઝડપી પ્રોહીબિશન એક્ટ હેઠર ગુનો નોંધી તપાસ હાથધરી છે.
@rutul, prajapati, aravalli