ચૂંટણીપંચે આજે જાહેર કરેલા 18મી લોકસભાના કાર્યક્રમ અનુસાર ત્રણ રાજ્યમાં તમામ સાત તબક્કામં મતદાન થશે જ્યારે બે રાજ્યમાં પાંચ તબક્કામાં મતદાન થશે. કુલ સાત તબક્કામાં યોજાનાર મતદાન દરમિયાન ગુજરાત સહિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક તબક્કામાં એક જ દિવસે મતદાન યોજાશે.
ચૂંટણીપંચે બિહાર, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળ જેવા સંવેદનશીલ તથા કદની રીતે વિશાળ રાજ્યોમાં તમામ સાત તબક્કામાં મતદાન યોજવાનું નક્કી કર્યું છે. ત્યારબાદ બે રાજ્ય એવા છે જ્યાં પાંચ તબક્કામાં મતદાન યોજાશે. આ બે રાજ્યમાં મહારાષ્ટ્ર તથા જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે જમ્મુ-કાશ્મીરમાં પાંચ લોકસભા બેઠક છે અને પ્રત્યેક બેઠકની ચૂંટણી એક-એક તબક્કામાં થશે. આ ઉપરાંત ત્રણ રાજ્ય – ઝારખંડ, મધ્યપ્રદેશ તથા ઓડિશામાં ચાર તબક્કામાં મતદાન યોજાશે.
ચૂંટણીપંચે બે રાજ્ય – આસામ અને છત્તીસગઢમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. જ્યારે ચાર રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થશે. આ ચાર રાજ્યોમાં કર્ણાટક, મણિપુર, રાજસ્થાન તથા ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ સિવાયના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક-એક તબક્કામાં મતદાન થશે. અલબત્ત, આ દરેક જગ્યાએ એક તબક્કામાં યોજનારા મતદાનની તારીખ એક જ નથી પરંતુ અલગ અલગ છે.
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે.
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન
26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન
7 મેએ ત્રીજા તબક્કાનું મતદાન
13 મેએ ચોથા તબક્કાનું મતદાન
20 મેએ પાંચમા તબક્કાનું મતદાન
25મેએ છઠ્ઠા તબક્કાનું મતદાન
1 જૂને સાતમા તબક્કાનું મતદાન
4 જૂને મતગણતરી હાથ ધરાશે
19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 102 બેઠક પર મતદાન
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે મતદાન થશે. આ દરમિયાન 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં કુલ મળીને 102 લોકસભા બેઠક પર મતદાન થશે.
ગુજરાતમાં 7મેએ લોકસભાની ચૂંટણી
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર 7મેએ મતદાન થશે. આ સાથે જ ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો *4 જૂન, 2024* ના રોજ આવશે
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાલયથી સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર-પૂર્વ સુધીના બૂથ પર સમાન સુવિધાઓ હશે. 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા વિકલાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકે. જ્યારે તેઓ બૂથ પર આવશે, ત્યારે કમિશનના સ્વયંસેવકો તેમને મદદ કરશે.
લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થશે: CEC
CEC રાજીવ કુમારે કહ્યું કે લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂર્ણ થશે. અમે જે પણ પસંદગી કરીએ છીએ તે એક પડકાર અને કસોટી છે. CEC રાજીવ કુમારે કહ્યું કે લગભગ 50 કરોડ પુરૂષો અને 47 કરોડથી વધુ મહિલાઓ મતદાન કરશે. અહીં 1.8 કરોડ પ્રથમ વખત મતદારો, 88.40 લાખ અપંગ લોકો, 19.01 લાખ લશ્કરી સુરક્ષા કર્મચારીઓ, 48000 ત્રીજા લિંગના મતદારો છે. તેમણે કહ્યું કે અમે મતદાર યાદી બનાવવા અને સુધારવાની પ્રક્રિયામાં રાજકીય પક્ષોનો સહકાર પણ લઈએ છીએ. ડ્રાફ્ટ રોલ બતાવીને અને અભિપ્રાય લઈને અમે સૌથી નક્કર મતદાર યાદી તૈયાર કરી છે.
રાજીવ કુમારે કહ્યું કે અમે આ ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર દેશની સૌથી મોટી ચૂંટણી માટે બે વર્ષથી તૈયારી કરી છે. અમારી પાસે 97 કરોડ મતદારો છે. આ સંખ્યા અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના કુલ મતદારો કરતાં વધુ છે. અમારી પાસે 10.5 લાખ મતદાન મથકો છે, જેની જવાબદારી 1.5 કરોડ લોકોની છે. 55 લાખ ઈવીએમ છે. ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 17 સામાન્ય ચૂંટણીઓ અને 400થી વધુ વિધાનસભાની ચૂંટણીઓ કરાવી છે. છેલ્લી 11 ચૂંટણી શાંતિપૂર્ણ રહી છે. કોર્ટ કેસમાં ઘટાડો થયો છે.
97 કરોડ મતદારો 10.5 લાખ મતદાન મથકો પર મતદાન કરશે.
લોકસભા ચૂંટણી 2024 શેડ્યૂલ લાઈવઃ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે. 10.5 લાખ મતદાન મથકો હશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 1.82 કરોડ યુવા મતદારો છે જે આ વખતે મતદાન કરશે. તેમણે કહ્યું કે 18 થી 29 વર્ષની વયના 21.5 લાખ મતદારો છે.
ચૂંટણી પંચે શુક્રવારે પોતાના એક્સ હેન્ડલ પર આજે ચૂંટણીની તારીખ જાહેર કરવાની સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે વર્તમાન સરકારનો કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ 10 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને 11 એપ્રિલથી મતદાન શરૂ થયું હતું. 23 મેના રોજ મતગણતરી કરવામાં આવી હતી.
આજે 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે
4 રાજ્યો (આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ)ની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે.
લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપશે.
મેટર હજુ અપડેટ થઈ રહી છે.