મહેસાણાની એક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેને ભારે હોબાળો થયો છે. આ કાર્યક્રમમાં હિન્દૂ બાળકને પણ નમાજ અદા કરતા શીખવવામાં આવ્યું હતું. આ ઘટનાના ફોટો જોતા વાલીઓ પણ ગુસ્સે ભરાયા હતા. એટલું જ નહીં આ ઘટનાને લઈને હિંદુ સંગઠનો પણ ઉશ્કેરાયા હતા. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પણ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણાની એક ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં કરી બકરી ઈદ નિમિત્તે કરાયેલી ઉજવણીમાં બાળકોને બકરી ઈદના તહેવાર વિશે માહિતી આપવામાં આવી હતી. તેમને નમાઝ કેવી રીતે અદા કરવી તે શીખવવામાં આવ્યું હતું. નમાઝ પઢતા બાળકોનો ફોટો વાલીઓ સુધી પહોંચતા વાલીઓએ તેઓએ હોબાળો મચાવ્યો હતો.
શાળાની બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા
બીજી તરફ શાળામાં બકરી ઈદની ઉજવણીના સમાચાર મળતા જ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, શાળા પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ શાળાની બહાર રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કર્યા હતા.
શાળા પ્રશાસને માફી માંગી
તે જ સમયે, વિવાદ વધતા શાળાના માલિક રાશિ ગૌતમે કહ્યું છે કે તે પોતે હિન્દુ છે. તેમણે શાળામાં મુસ્લિમ ધર્મના પ્રચાર માટે કોઈ કાર્ય કર્યું નથી. તેમણે કહ્યું કે, આપણા દેશમાં જે તહેવારો ઉજવવામાં આવે છે. તે તેની માહિતી બાળકોને આપવા માંગતા હતી. તેથી જ શાળામાં બકરીદની ઉજવણી રાખવામાં આવી હતી.
તેમણે કહ્યું કે કાર્યકર્તાઓએ શાળાની બહાર હંગામો મચાવ્યો. આ પછી પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. શાળા પ્રશાસને માફી પણ માંગી હતી. તે જ સમયે, VHPએ શાળા પ્રશાસનને ચેતવણી આપી હતી કે શાળામાં આવા કાર્યક્રમોનું આયોજન ન કરવું જોઈએ.