Rajkotના ગ્રામ્ય વિસ્તારમાં ATSની મોટી કાર્યાવાહી સામે આવી છે. પાપ્ત વિગતો મુજબ એટીએસએ 31 કિલો Drugs ઝડપ્યું છે, રૂપિયા 214 કરોડનું Drugs કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ATSની દરોડાની કાર્યવાહી યથાવત જણાઈ રહી છે તેમજ હાલ એક આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે જિલ્લા અને ગ્રામ્ય પોલીસ ઉંઘતી ઝડપાઈ છે અને એટીએસએ કાર્યવાહી કરી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપી પાડ્યો છે. 31 કિલો જેટલો મોટા પ્રમાણમાં Drugs ક્યાંથી આવ્યો અને ક્યાંય મોકલવાનો હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે.
Drugs દિલ્હી પહોંચાડવાનો હતો
રાજકોટ – જામનગર હાઈવે પર પડધરી ગામ નજીક ગઈકાલે રાતથી કાર્યવાહી ચાલી રહી હતી જ્યાંથી મુદ્દમાલ સાથે એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ પાકિસ્તાનથી ડ્રગ્સ રાજકોટ આવ્યો હતો તેમજ 24 તારીખ સુધીના આરોપીના રિમાન્ડ મંજૂર પણ કરાયા છે. આ ડ્રગ્સ દિલ્હી પહોંચાડવાનો હતો.