@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
માલપુરના મુખીના મુવાડા ગામે થી તરછોડાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. સ્થાનિક ખેડૂત દ્વારા 108ની મદદથી આ બાળકીને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ બાળકી અઠવાડિયાની સારવાર બાદ હંમેશા માટે આ ફની દુનિયા છોડી ચાલી નીકળી હતી,. અને બીજી બાજુ બાળકીનું મૃત્યુ થયું એજ દિવસે બાળકીની સગીરા માતા પોલીસ મથકે હાજર થઇ હતી. અને બાળકી પોતાની હોવાની કબૂલાત કરી હતી.
સગીરાને પ્રેમ સંબંધમાં સગર્ભા બની હાટ અને અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો હતો. સમાજમાં આબરૂ જવાની બીકે સગીરાની દાદી મુખીના મુવાડા ગામે કોઈ જુવે નહિ એ રીતે આ બાળકીને તરછોડી આવ્યા હતા. પરંતુ સ્થાનિક ખેડૂતની નજરે આ બાળકી આવતા તેમને પોલીસ અને 108નો સંપર્ક કરી બાળકીને નવજીવન આપવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના પ્રયાસ નિષ્ફ્ળ નીવડ્યા અને બાળકી મોતને ભેટી હતી.
સગીરાની ફરિયાદના આધારે પોલીસે હવે પોલીસે આ બાળકીના પિતાનો પણ પત્તો લગાવ્યો છે. ઘટના બાદ એક સપ્તાહ પછી બાળકીની માતા માલપુર પોલીસ મથકે હાજર થઈ હતી. કુંવારી માતા બનેલી સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને એક યુવક સાથે પ્રેમ સબંધ થયા તેણી સગર્ભા બની હતી. લગ્ન પહેલા સગર્ભા બનેલી યુવતીએ અધૂરા માસે જન્મેલી બાળકીને યુવતીની દાદીએ મુખીના મુવાડા ગામની સીમમાં તરછોડી દીધી હતી.
પોલીસ તપાસમાં કુંવારી માતાએ સગર્ભા બનાવનાર યુવકનું નામ આપ્યું હતું. માલપુર પોલીસે ડામોરના મુવાડા ગામના મહેશભાઈ રણછોડભાઈ ખાંટ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સાહિતની કલમ નુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી સબજેલ માં ધકેલી દીધો છે.
ભિલોડા/ જનાલી ટાંડા ગામે ઘરનો લોખંડનો દરવાજો ખોલવા જતા યુવકનું વીજ કરંટ લગતા મોત