મણિપુરમાં હિંસાને જોતા સરકારે મોટો આદેશ જારી કર્યો છે. જારી કરાયેલા આદેશ અનુસાર પોલીસને ઉપદ્રવિઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે, આદિવાસીઓ અને બહુમતી મીતેઈ સમુદાય વચ્ચે વ્યાપક રમખાણોને રોકવા માટે આર્મી અને આસામ રાઈફલ્સની 55 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિને જોતા સેનાની 14 બટાલિયનને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. કેન્દ્ર, જે મણિપુરની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તેણે પૂર્વોત્તર રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવા માટે રેપિડ એક્શન ફોર્સ (RAF), રમખાણોને નિયંત્રિત કરવા માટે એક વિશેષ દળની ટીમો પણ મોકલી છે.
આરએએફ એ સીઆરપીએફની વિશેષ શાખા છે જે કાયદો અને વ્યવસ્થા સંબંધિત પરિસ્થિતિ સાથે કામ કરે છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “આ 500 જવાનોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.” હાલમાં CRPFની ઘણી કંપનીઓ મણિપુરમાં શહેરની આસપાસના વિસ્તારમાં તૈનાત છે. જ્યારે આસામ રાઈફલ્સ અને ભારતીય સેના સૌથી વધુ હિંસક પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે. એક વરિષ્ઠ અધિકારી કહે છે, “સ્થિતિ સારી નથી અને તેથી જ રાજ્યપાલે ગોળી મારવાના આદેશ આપ્યા છે.”