ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં શનિવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સવારે ભિલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો અને સોમવારે સવારે મોડાસા અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના બાયડ અને ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. બાયડમાં અઢી ઈંચ અને ધનસુરામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભિલોડા અને આસપાસના વિસ્તારોમાં રવિવારે સતત વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ હતી.
મોડાસા અને આસપાસના વિસ્તારમાં આજે સોમવારે વહેલી સવારથી વરસાદ વરસવો શરુ થયો હતો વહેલી સવારે ધોધમાર વરસાદને પગલે મોડાસા શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. મોડાસાની આસપાસના ગામો ગાજણ, પાલનપુર, મહાદેવપુરા, લિંભોઈ, મેઢાસણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
રસ્તાઓ પર પાણી ભરાયા
મોડાસા શહેર અને ધનસુરામાં અનેક સ્થળો પર વરસાદી પાણી ભરાયા હતા. મોડાસા શહેરના પોલીસ ચોકી ચાર રસ્તા પર જ પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ ઉપરાંત બસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. મોડાસા શહેરના જૂના બસ સ્ટેશન રોડ, મેઘરજ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી રસ્તા પર ભરાઈ જવાને લઈને સ્થાનિક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ધનસુરા શહેરમાંથી પસાર થતા મોડાસા-કપડવંજ સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાયા હતા. આવી જ રીતે બાયડમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.
સ્થાનિક નગરપાલિકા દ્વારા પ્રિ-મોનસુન કામગીરી કાગળ પર જ રહી ગઈ હોય એવી સ્થિતી જોવા મળી હતી. ચોમાસાની શરુઆતથી જ સામાન્ય વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સામાન્ય વરસાદ વરસે એટલે પાણી રસ્તા પર ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ રહી છે. નજીકમાં જ માઝમ નદી હોવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં તંત્રની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે.
બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વારાંસી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ભારે વરસાદને લઈ બોરમઠથી વારેણા જતા નદી પરના કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. છભૌથી ઘઢિયાના માર્ગ પર પાણી ફરી વળ્યાં હતા.
વરસાદ અવિરત રહ્યો તો બોરમઠ ગામ સંપર્ક વિહોનું થઇ શકે છે. લોકો રસ્તો પાર કરવા જીવના જોખમે ટ્રેક્ટરનો સહારો લઇ રહ્યા છે. કોઝ વે પરથી પસાર પસાર થતું ટ્રેકટર તણાતાં તણાતાં બચ્યું હતું.
બાયડ તાલુકાના ડેમાઈના રાયણના મુવાડા ગામે પશુઓને ગ્રામજનો દ્વારા રેસ્કયું કરી બચાવી લેવાયા હતા. ઉપર વાસમાં વધારે વરસાદના કારણે અચાનક વાંઘામાં પાણી આવતાં પશુઓ પાણીમાં ફસાયા હતાં. ગ્રામજનો દ્વારા દોરડે બાંધી રેસ્ક્યુ કરી 10 જેટલા પશુઓને બચાવી લેવાયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. રાયણના મુવાડા ફરતે વાંઘાનું પાણી ફરી વળ્યુ
અરવલ્લીઃ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ
ધનસુરા 70 મીમી
બાયડ 64 મીમી
ભિલોડા 40 મીમી
મેઘરજ 24 મીમી
મોડાસા 18 મીમી
માલપુર 11 મીમી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8
આનંદ અચાનક આક્રંદ ફેરવાયો: મોરવાના માતરીયા ગામના મિત્રો ઉખરેલી પાસે નદીમાં ડૂબ્યા: ૧૦નો આબાદ બચાવ
શું હવે કોર્ટના ચુકાદા બાદ Rahul Gandhi જેલમાં જશે?
અજિત પવારના મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થવાથી શિંદે છાવણી ચિંતિત? કારણ જાણો