ચોમાસાના સમયે વરસાદ ખાબક્યા બાદ ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે મેઘરજ નગરની મુખ્ય પીસીએન હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાયાના દૃશ્યો સામે આવ્યા હતા.
મેઘરજ નગરમાં રાત્રિ દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે નગરની પીસીએન હાઈસ્કૂલના મેદાનમાં પાણી ભરાવાની ઘટના સામે આવી છે. શાળાનું મેદાન જાણે સરોવર બન્યું એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પીસીએન હાઈસ્કૂલમાં ધોરણ 1થી 12 સુધીના અભ્યાસ કરતા 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ત્યારે મેદાનમાં ભરાયેલ પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના છે. જેથી વિદ્યાર્થીઓ રોગચાળાના ભોગ બની શકે છે. જ્યારે જ્યારે બે ઇંચ કરતા વધુ વરસાદ પડે ત્યારે મેદાન તળાવ બનતું હોય તેવા દૃશ્યો સર્જાય છે. શાળાના મેદાનમાં પાણીના કાયમી નિકાલ માટે સ્કૂલ યોગ્ય પગલા લેવા જોઈએ.
શ્યામા પ્રસાદ મુખર્જી : જેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી
To join our whatsapp group pl. click :
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8