@ Rutul prajapati
અરવલ્લીના મોડાસામાં પંથકમાં મેઘરજ પંથકમાં બે યુવાનોને આકરી તાલિબાની સજા આપવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીના પ્રેમીને અને તેના પીતરાઈ ભાઈને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મેઘરજના ઘેલી માતાજી મંદિરે દશેરા પર્વને આ યુવાનો માણવા ગયા હતા. તેઓ મંદિરે હતા ત્યારે પ્રેમીએ યુવતીને ફોન પર મેસેજ કરીને મળવા બોલાવી હતી.યુવતીના પરિજનોએ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટના સ્થળે બાંધીને માર માર્યો
જોકે યુવતીના પરિવારજનોને સમગ્ર બાબતની ખબર પડી ગઈ હતી. આ ખબર મળતા જ તેઓ યુવતીની પાછળ પાછળ ગયા હતા જ્યાં યુવક આ યુવતી સાથે ઝડપાઈ ગયો હતો. પ્રેમીને યુવતીના પરિજનોએ ઢોર માર માર્યો હતો. સાથે જ યુવકના પિતરાઈ ભાઈને ફોન કરી ઘટના સ્થળે લઈ જઇ તેને પણ બાંધીને ઢોર મ માર માર્યો હતો. બંન્ને યુવકોને માર મારીને અર્ધમરેલી અવસ્થામાં બેડજ પાટિયા પાસે ફેંકી દીધા હતા.
બન્ને યુવાનો કોમામાં સરી ગયા હતા
જે બાદ સ્થાનિકોઓ તેમને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે આ દરમિયાન બંન્ને યુવકો કોમામાં હતા.જેથી એક યુવક હોશમાં આવ્યા બાદ આ સમગ્ર ઘટના સામે આવી. ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
To join our whatsaap group please click below link