@paresh parmar, amreli
Biparjoy Cyclone ના કારણે ગાંડાતુર બનેલા અમરેલી જિલ્લાના સમુદ્ર ને શાંત કરવા માટે હવે પ્રાર્થનાઓ નો દોર શરૂ થયો છે.. રાજુલા / જાફરાબાદના ધારસભ્ય હીરા સોલંકી એ આજે સવારે ઘુઘવતા સમુદ્ર ને શાંત કરવા માટે પુજા અર્ચના કરી હતી..
Biporjoy Cycloneના કારણે દરિયા દેવ જાણે કે કોપાયમાન થયા છે.. સમગ્ર ગુજરાત ના જીવ તાળવે ચોંટ્યા છે. આવા સમયે હવે પ્રાર્થનાઓ નો દોર શરૂ થયો છે. ધારાસભ્ય હિરા સોલંકી મચ્છીમાર આગેવાનો સાથે દરિયા દેવ ને શાંત થવા માટે વિધીવત પુજા કરી હતી. ભયાનક ઘુઘવતા સમુદ્ર ની સામે ઉભા રહી ને હિરા સોલંકી એ સમુદ્ર મા શ્રીફળ અને દુધ ચડાવી સમુદ્ર દેવ ને શાંત થવા માટે વિનવણી કરી હતી..
અમરેલી જીલ્લાના સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે.. સમુદ્ર ગાંડોતૂર થયો છે.. જાફરાબાદના કિનારે ૨૦ – ૨૦ ફુટ ઉંચા મોજા ઉછળતા ડરામણો માહોલ સર્જાયો છે.. જો કે દરિયામાં હજુ કરંટ અને દરિયા કિનારે વસતા લોકો ની મુશ્કેલી વધશે તેવુ પણ લાગી રહ્યું છે..