@ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા(MODASA)ના સર્વોદયનગર વિસ્તારનાં બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધી શકે તે માટે વર્ષ 2019 માં કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ(Sports complex) બનાવવામાં આવ્યું હતું,, પરંતુ સ્પોર્ટ્સ સંકુલ છેલ્લા 4 વર્ષથી બિનઉપયોગી બની રહેતા પાલિકાના અણઘડ વહીવટ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..
મોડાસા શહેરના સર્વોદય નગર તેમજ આસપાસનાં વિસ્તારના રમતપ્રિય બાળકો અને યુવાનોને બાસ્કેટબૉલ, લોન્ગ ટેનિસ, ટેબલ ટેનિસ સહિતની આઉટડોર અને ઇનડોર ગેમ્સની પ્રેક્ટિસ કરી શકે તેમજ યુવાનો અને યુવતીઓની ફિટનેસ ઝળવાઈ રહે તે માટે સાડા ત્રણ કરોડ રૂપિયા કરતા વધુના ખર્ચે મોડાસા નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ સંકુલ(Sports complex) બનાવવામાં આવ્યું હતું,,જેનું લોકાર્પણ વર્ષ 2019માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે(NITIN PATEL) કર્યું હતું. પરંતુ આ સંકુલના લોકાર્પણ બાદ, સંકુલ જેના ઉપયોગ માટે બનાવાયું છે તેના ઉપયોગમાં લેવામાં આવ્યું નથી,, આ સંકુલમાં બનાવવામાં આવેલી બાસ્કેટ બૉલ કોર્ટ,(BASKET BALL COURT),લોન્ગ ટેનિસ કોર્ટ,(tennis court,) વોલી બોલના કોર્ટ (Volley ball court) એકદમ બિસ્માર બની ગઈ છે,, બાસ્કેટ બોલની કોર્ટની એક તરફની જાળી તૂટીને નીચે પડી છે, તો અન્ય કોર્ટ જ્યાં જુઓ ત્યા માત્ર અને માત્ર ઝાડી ઝાંખરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે,, બીજી તરફ ઇન્ડોર ગેમ્સ(Indoor games) માટેનો હોલ પણ બિન ઉપયોગી બની રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં ધૂળની જમાવટ થયેલી જોવા મળી રહી છે,, આ સ્થિતિ જોતા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ સંકુલ(SPORTS COMPLEX) હાલના તબક્કે બિન ઉપયોગી શોભના ગાંઠિયા સમાન બની ગયું છે..
સર્વોદયનગર વિસ્તારમાં વર્ષ 2019માં બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલની(Sports complex) પરિસ્થિતિ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને સવાલ કરતા તેઓએ કોરોનાકાળ દરમિયાન આ સપોર્ટસ સંકુલને સેલ્ટર હોમ અને દર્દીઓને કોરોન્ટાઈન કરવા માટે ઉપયોગમાં લેવાયો હતો,, પરંતુ સવાલ એ થાય કે જે પ્રમાણે સ્પોર્ટ્સ સંકુલની પરિસ્થિતિ છે તેને જોતા તેની જાળવણી પણ ન થતી હોવાનું દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે,, પાલિકાના સી.ઓ.નું કહેવું છે કે હાલના તબક્કે જિમ શરૂ કરવામાં આવ્યું છે,, પરંતુ રિયાલિટી ચેક કરતા સ્પોર્ટ્સ સંકુલના પગથિયાઓ અને કસરતના સાધનો પર જામેલી ધૂળ એ વાતની ચાળી ખાધી કે જિમ પણ કાર્યરત નથી થયું,,
સરકાર દ્વારા છોકરા – છોકરીઓ રમે અને તેમની અંદર રહેલી પ્રતિભાઓને રાજ્ય, દેશ અને વિશ્વફલક પર ભારતનું નામ રોશન કરે તેવા આશય થી કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ તો કર્યું પણ સ્પોર્ટ્સ સંકુલ લોકાર્પણના ચાર વર્ષ બાદ પણ, જે આશયથી બનાવવામાં આવ્યું છે તે આશય સિદ્ધ ન થયો હોય તેવું લાગી રહ્યુ છે,, ત્યારે પાલિકા તંત્ર આ સ્પોર્ટ્સ સંકુલની જાળવણી કરી ખેલાડીઓ માટે ખુલ્લું મૂકે તેવી લોકોની માંગ છે..
સ્ત્રીઓની આટલી ક્રૂરતાપૂર્વક હત્યા- આ અમાનવીયપણું ક્યાંથી આવે છે!
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ