મોરબી માં એપાર્ટમેન્ટ ઉપર નો ટેલીફોન નો ટાવર ધરાશાયી થયો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીમાં બીપરજોય વાવાઝોડાના એક્શન પછી હવે રિએક્શન શરૂ થયા છે. મોરબી જિલ્લામાં હાલ ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. એવા સમયે અમુક છાપરા પડી ગયા છે તો જૂનાં બસ સ્ટેન્ડ પાસે બહું જુના દોશી ટાવર ઉપર નો ટેલીફોન નો ટાવર ધરાશાયી થયો છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા દોશી ટાવર ઉપર વર્ષ ૧૯૮૦ માં આ એપાર્ટમેન્ટ માં ઉપર ભારે પવન ના કારણે આજે સવારે ૬:૩૦ વાગે બીએસએનએલ કંપની નો મોબાઈલ ટાવર પડી ગયો છે. અહી એ જણાવી દઈએ કે ઘણા એપાર્ટમેન્ટ ઉપર આવા ટાવર જોવા મળે છે. પણ કાયમ આવી દુર્ઘટના નથી બનતી હાલ મોરબીમાં ઘણા એવા એપાર્ટમેન્ટ છે કે જે ભુકંપ નો પાચ ની તીવ્રતા નો આંચકો નહીં ખમી શકે.
Related Posts
Add A Comment