મોરબીમાં પ્રજાપતિ સમાજ નાં એક હજાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
શિક્ષણ સૌથી સારો મિત્ર છે,શિક્ષિત વ્યક્તિને દરેક જગ્યાએ સન્માન મળે છે.શિક્ષણ સૌંદર્ય અને યુવાનીને નવ પરાસ્ત કરી શકે છે.શિક્ષણનું મહત્વ સમજી,શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુસર મોરબી મુકામે હસમુખભાઈ વામજા અને ટીમ દ્વારા દાતાઓના સહયોગથી સમસ્ત પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ માટે સોળમો શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નાં આયોજક હસમુખભાઈ વામજા નું અંબાનો ઓટલો-માનવ શાંતિ મંદિરના સ્થાપક અંબાલાલ સદાદિયાએ સન્માનપત્ર આપી અને અંબામાતાનો ખેસ પહેરાવી સન્માન કર્યુ હતું.અંબાલાલ સદાદિયાએ તથા ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદબોધન કર્યુ.કાર્યક્રમમાં દિનેશભાઈ સખનપરા,એડવોકેટ ભાણજીભાઈ વરિયા,નરભેરામભાઈ બારેજીયા,સુરતથી અંબાલાલ સદાદિયા,ગાંધીધામથી બાબુભાઈ પ્રજાપતિ,આમંત્રિત મહેમાનો,વિદ્યાર્થીઓ તથા વાલીઓ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. હસમુખભાઈએ આમંત્રિત મહેમાનોનું સુવર્ણ કલરના ચાકડા (ચક્ર) થી સન્માન કર્યું હતું. શૈક્ષણિક કીટ વિતરણ કરવા બદલ શ્રી હસમુખભાઈ વામજા અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.