@(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના ત્રીજા એડી. ચીફ મેજી. જજની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી આશીષ ચંદુલાલ પટેલ ને વળતર સહીત રૂપિયા તેર લાખ ચૂકવવાનો આદેશ કરેલ છે અને આરોપીને એક વર્ષની કેદની સજા કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદ ની હકીકત એવી હતી કે ફરીયાદી અને આરોપી મીત્ર હતા અને અરસપરસ સામાજીક સંબંધો ધરાવે છે. જેથી આરોપીએ ફરીયાદી પાસેથી ધંધા માટે નાણાંકીય જરૂરીયાત ઉભી થતા રૂપિયા દશ લાખ ની માંગણી કરી હતી અને જેથી ફરિયાદી તેને રૂપિયા દશ લાખ રોકડા તા.૨૨/૮/૨૦૨૦ ના રોજ આપેલા હતા
અને તે આરોપીએ સ્વીકારેલા હતા અને તારે આરોપીએ ફરીયાદીને પ્રોમિશરી નોટ લખી આપેલ હતી અને આરોપીએ બેંક ઓફ બરોડા મોરબીનો ચેક નં. ૦૦૦૦૮૦ વાળો રૂપિયા દશ લાખ નો આપેલ હતો. અને અને આરોપીને આ ૨કમ સંબંધના હિસાબે વગર વ્યાજે હાથ ઉછીની આપેલ હતી અને આરોપીએ ફરીયાદીને લખી આપેલ ચેક જે ચેકને બેંકમાં જમા કરાવતા ચેક રીર્ટન થયેલ હતો જેથી ફરીયાદીએ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ ૧૩૮ અન્વયે મોરબી મહે. ત્રીજા એડી. ચીફ જ્યુડીશીયલ મેજી. જજની કોર્ટમા વકીલ જયદીપ બી. પાંચોટીયા મારફત કેશ કર્યો હતો અને તે કેશ ચાલી જતા મોરબીના મહે. ત્રીજા એડી.ચીફ જયુડીશીયલ મેજી. જજ જે.વી. બુધ્ધ દ્વારા ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને વળતર સહીત તેર લાખ આપવા માટે આદેશ કરેલ છે અને એક વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ રકમ ચુકવવામા કસુરવાર થાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે. આ કેસમાં વકીલ જયદીપ બી પાંચોટીયા, ગીરીશ અંબાણી રોકાયેલ હતા.