- ગણનાપાત્ર રકમથી વધુ રકમનો દારૂ પકડાયો છે. રનીંગ રેડ ગણાશે? કે સ્થાનિક પોલીસ તમે પગલા લેવાશે! તે આવનારો સમય જ કહેશે!
@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
અમદાવાદથી રાજકોટ જતા ટ્રકમાં ચોરખાનું બનાવીને દારૂની(daru) હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ટ્રકને વાંકાનેરમાં બાઉન્ડ્રી પાસે રોકી દારૂનો જથ્થો ઝડપી પાડીને ટ્રક ચાલક સહિત બે શખ્સો મળી આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહ હાથ ધરી છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલ.સી.બી. પી. આઈ. ડી. એમ. ઢોલ નાં માર્ગદર્શન હેઠળ પી. એસ. આઈ. કે. જે. ચૌહાણ અને પી. એસ. આઈ. એન. એચ. ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સુરેશભાઇ હુંબલ, નંદલાલ વરમોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી આવતો અશોક લેલન ટ્રક GJ-14-ઝેડ-6800 રાજકોટ તરફ જનારોછે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી છે.તે બાતમીના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી.
ત્યાંથી ટ્રક પસાર થતા જ તેને રોકીને તેની તલાસી લેતા ટ્રકમાંથી દારૂ બોટલ નંગ ૧૪૮ કીંમત રૂપિયા બે લાખ ચૂમાલીસ હજાર પાંચસો મળી આવતા ટ્રકના સવાર ગીરીશભાઈ રાજાભાઈ ઓડિયા અને નીલેશભાઈ ગીરીશભાઈ ઓડિયાને ઝડપી પાડીને દારૂના જથ્થા સાથે વેસ્ટ કોટનની ગાંસડી નંગ ૭૨ કીંમત રૂપિયા સાત લાખ બાવન હજાર સાતસો અઠયાવીસ , ટ્રક કીંમત રૂપિયા પાંચ લાખ મોબાઈલ નંગ બે કીંમત રૂપિયા દશ હજાર અને રોકડ રકમ રૂપિયા પાંચ હજાર એમ કુલ મુદામાલ કીંમત રૂપિયા પંદર લાખ બાર હજાર બસ્સો અઠયાવીસ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અહી એ વાત જણાવી દઈએ કે ગૃહ વિભાગના વર્ષ ૨૦૦૩ નાં અને તે પછીનાં એક પરિપત્ર મુજબ સ્થાનિક પોલીસની ફરજ બેદરકારી અને બહારની પોલીસ ગણનાપાત્ર રકમથી વધુ રકમનો દારૂ કે જુગાર પકડે તો સ્થાનિક પોલીસ ના જવાબદાર અધિકારી વિરુદ્ધ સસ્પેન્ડ સુધીની કાર્યવાહી કરવાની સૂચના પરિપત્રમાં આપવામાં આવી છે. પરંતુ આ બંને પરિપત્રની મોરબી જિલ્લામાં ઠોસ અમલવારી થતી નથી. ત્યારે હવે આ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગણનાપાત્ર રકમથી વધુ રકમનો દારૂનો જથ્થો ઝડપાયો છે. પરંતુ આ રેડ રનીંગ રેડ હોય તેવું જણાય છે. ત્યારે સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી થાય છે? કે કેમ તે આવનારા સમયમાં જાણી શકાશે!