હળવદ કોર્ટ પરીસર બહાર ફાયરિંગની ઘટના સામે આવી છે, જો કે આ મીસ ફાયરની ઘટના હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે છોકરી બાબતે માથાકુટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. મિસ ફાયર થયેલી કારતુસ જપ્ત કરાઈ છે. ફાયરિંગની ઘટના ઉપરાંત તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પ્રદ્યુમનસિહ દશરથસિહ પરમાર,પંકજસિહ દશરથસિહ પરમાર નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.
કોર્ટ મુદ્દતમાંથી પરત ફરતી વેળાએ આ હુમલો કરાયો છે. ત્રણથી વધુ શખ્સોએ મોટરસાયકલ પર આવી હુમલાને અંજામ આપ્યો છે. ઈજાગ્રસ્તો જીવ બચાવવા કોર્ટમાં દોડી ગયા હતા. હુમલાની ઘટના બાદ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
To join our whatsapp group please click below link
https://chat.whatsapp.com/CFQlIEu48jp8lZeNw9Mor3