(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબીના અણીયારી ચોકડી પાસેથી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડીમાં ચોર ખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૯૨ કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર ચારસો એંસી મળી કુલ રૂપિયા છ લાખ છવ્વીસ હજાર ચારસો એંસી નો મુદામાલ સાથે ગણનાપાત્ર રકમથી વધુ રકમનો વિદેશી દારૂ મોરબી એલસીબી પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના અણીયારી ચોકડી પાસે આવેલ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-T-1992 વાર
નાં ઠાઠામાં ચોરખાનુ બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી તેના વેચાણ કરવાના ઇરાદે સંતાડી તેની હેરાફેરી કરતો હોવાની ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯૨ કિંમત રૂપિયા એક લાખ છવ્વીસ હજાર ચારસો એંસી મહિન્દ્રા બોલેરો ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ મળીને કુલ કિંમત રૂપિયા છ લાખ છવ્વીસ હજાર ચારસો એંસી નો મુદામાલ મળી આવતા મોરબી તાલુકા પોલીસે સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-36-1-1992 વારી નાં ચાલક સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. ડી.એમ. ઢોલ તેમજ પી.એસ.આઇ. એન. ડી. ચુડાસમા, કે. એચ.ભોચીયા , એ.ડી. જાડેજા તથા એલસીબી તથા ટેકનિકલ સ્ટાફ જોડાયેલો હતો.
મોરબીનાં અણીયારી ચોકડી નજીક બોલેરો ગાડીના ચોર ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો!
Related Posts
Add A Comment