@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની ફરીયાદ કરવા માટે એક દોઢ કલાક માં જ સગીરા નો પરીવાર પોલીસ મથકમાં પહોંચી ગયાં હતાં પણ ત્યાં એક સામાજિક અને ખેડૂત આગેવાન હાજર હોય આ ફરિયાદ છેક સાંજે પાંચ વાગ્યા નાં અરસામાં પોલીસે મજબુર બની ને નોંધવી પડી હોય તેવું લોકો ની ચર્ચા પર થી જાણવા મળ્યું છે.
સગીરા પર દુષ્કર્મ આચર્યું
અને તેના શરીર ઉપર આ આરોપીએ બચકાં પણ ભર્યા હતા આ બનાવની જાણ થતાની સાથે જ સગીરાના વાલી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે અને હાલમાં આરોપીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે
મોરબી જીલ્લામાં સગીરા સાથે દુષ્કર્મના બનાવો અવાર નવાર સામે આવે છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સામે આવી છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામે મજૂરી કામ કરવા માટે આવેલા શ્રમજીવી પરિવારની દીકરી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈને તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈ જઈને તેની સાથે ગઇ તારીખ ૬ જૂનના રોજ રત્ના ભીમા ભરવાડ નામના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. જેની હળવદ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મ, પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.બાદ પોલીસે આ ગુનામાં તાત્કાલિક આરોપી રત્ના ભીમા ભરવાડ રહે. ચિત્રોડી વાળાની ધરપકડ કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભોગ બનેલ સગીરાના માતા પિતા તે જ્યાં કામ કરતાં હતા તે ખેતરની બાજુમાં આવેલ વાડીએ ગયા હતા ત્યારે દીકરી ઘરે એકલી હતી અને તેની એકલતાનો લાભ લેવા માટે આરોપી તેને બાજુના ખેતરની ઓરડીમાં લઈને ગયો હતો અને ત્યાર સગીરાને છાતીના ભાગે આ હેવાને બટકાં ભરીને ઉઝરડા કરી નાખ્યા હતા અને જો કે, ભોગ બનેલ પરિવાર સવારે નવ વાગ્યે પોલીસ મથકે આવ્યો હતો જો કે, સાંજે પાંચ વગાએ તેની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી. અને પોલીસે પહેલા આ બનાવમાં સમાધાન કરવા માટે વરવી ભૂમિકા ભજવી હતી પરંતુ પરિવારે ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો હ અંતે ફરિયાદ લેવામાં આવી અને આરોપીની ધરપકડ કરીને તેને જેલ હવેલ કરવામાં આવેલ છે. અહી જણાવી દઈએ કે જે દીકરીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેની ફરિયાદ નોંધાયા પછી આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે તે જ દીકરી ૧૫ થી ૨૦ દિવસ પહેલા શાળાએ ચાલીને જતી હતી ત્યારે આ આરોપીએ તેને પકડીને તેના પ્રાઈવેટ પાર્ટ પર હાથ નાખ્યો હતો અને આ અંગે દિકરીએ માતાપિતાને વાત કરી હતી ત્યારે ઊહાપોહ પણ થયો હતો જો કે ત્યારેજ સમાજના આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. જો ત્યારે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ દુષ્કર્મની ઘટના ન બની હોત તેવું હાલ લોકો માં ચર્ચાઇ રહ્યું છે. ક તેમજ આ ફરીયાદ પણ એક સામાજિક અને ખેડૂત આગેવાન ની હાજરી હતી એટલે તેઓએ દરમિયાનગીરી કરી ત્યારબાદ ફરીયાદ નોંધવી પડી છે. તેવી બાબત હાલ હળવદ પંથકમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.