@મોહસીન દાલ, ગોધરા
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ ખાતે તા.૨૧મી જુનના રોજ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તથા વહીવટીતંત્ર પંચમહાલ જિલ્લા તરફથી મળેલ સૂચના અનુસાર તાલુકા કક્ષાનો યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતા માટે શ્રેણીબદ્ધ મીટીંગો યોજીને આયોજન માટે અધ્યાપકો અને તમામ મોરવાહડફ તાલુકાની તમામ કચેરીઓને જોડીને વિશ્વ યોગ દિવસની ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજે અને પૂરું પાડ્યું છે. આ વખતે આ યોગ એટલે ભારતીય પરંપરાની વિશ્વ દ્વારા મળેલ સ્વીકૃતિ અને એ માટે આપણે સૌ ભારતીય તરીકે એનું ગૌરવ હોવું જરૂરી છે એમ જણાવી આ યોગ દિવસનો મૂળ ઉદ્દેશ્ય વસુધૈવ કુટુંબકમની ભાવનાથી શરૂ કરી અને “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” એ મુખ્ય સૂત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. તેના પ્રચાર અને પ્રસાર માટે ભારતભરમાં સૌ કોઈએ સહયોગ પૂરો પાડ્યો હતો.મોરવા હડફ તાલુકાના આ કાર્યક્રમની અંદર મામલતદાર કચેરી, તાલુકા પંચાયતની કચેરી, પોલીસ વિભાગ, આઈ.ટી.આઈ., મોડેલ શાળા વગેરેએ સક્રિય સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરત ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેનું તેમનું વક્તવ્ય લાઈવ સંભળાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય પણ લાઈવ તમામ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. અને સરકાર દ્વારા નક્કી કરાયેલ યોગા માટે યોગાચાર્યોના તાલીમ અને માર્ગદર્શન હેઠળ આ યોગનો કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા આ ભારતીય પરંપરામાં યોગનું મહત્વ અને આપણે રોજિંદા જીવનમાં યોગને શા માટે ઉતારવો જોઈએ તે વિશે વિદ્યાર્થીઓને સૂચન કર્યુ હતું તેમજ આ પરંપરા જાળવી રાખવા માટે આહવાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં કોલેજના આચાર્ય ડો.કમલ છાયા, મામલતદાર ગોપાલભાઈ હરદાસાણી તથા વહીવટી કચેરીઓના સત્તાધીશો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર અધ્યાપકગણ અને એન.એસ.એસ. યુનિટ રાત દિવસ મહેનત કરીને યોગ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.