સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઘનશ્યામ નગર ખાતે નજીક બાબતે અદાવત રાખી એક યુવકની હત્યા કરવામાં આવી હતી. કોસ્મેટિકના વેપારીએ તેની દુકાન પાસે એક યુવકને સિગારેટ ન પીવા બાબતે ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી યુવકે તેના ગુંડાતત્વોને બોલાવી ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપી પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
સુરત શહેરમાં થોડા થોડા દિવસના અંતરે સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં વરાછા વિસ્તારમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ઘનશ્યામ નગર ખાતે કોસ્મેટિકની દુકાન ચલાવનાર વેપારીના ભાઈ 30 વર્ષીય બોબી યાદવ નામના યુવકની હત્યા કરાઈ હતી. અજાણ્યા ઇસમો દ્વારા ઝઘડો કર્યા બાદ ચપ્પુ વડે બોબી યાદવ પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જેમાં લોહીથી લથપથ બોબી યાદવને તેના ભાઈ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા વરાછા પોલીસનો ઉચ્ચ અધિકારી સહીતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોસ્મેટિકના વેપારીએ પોતાની દુકાન પાસે બે દિવસ પહેલા એક યુવક સિગરેટ પી રહ્યો હતો. જેને ત્યાં સિગરેટ ન પીવા માટે ઠપકો આપ્યો હતો. આ દરમિયાન નજીવી બોલાચાલી પણ થઈ હતી. જેની અદાવત રાખી બે દિવસ બાદ તે યુવક તેના અન્ય ગુંડા તત્વ સાગરિતોને બોલાવી ફરી ઝઘડો કર્યો હતો.
કોસ્મેટીક ની દુકાને વેપારી ના ભાઈ બોબી યાદવને ચપ્પુના ઘા ઝીંકી હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીને પકડી પાડી ધરપકડ કરી હતી અને અન્ય જે ભાગી છૂટેલા આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvd