ગોધરાના નારી કેન્દ્ર પાસે ગત રાત્રીએ પેશાબ કરવાની ઘટનાને લઈને બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ તંત્ર દોડી જઈ પરિસ્થિતી પર કાબુ મેળવ્યો.!!
ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે ગત રાત્રીએ પેશાબ કરવાની ઘટનાને લઈને બે જૂથો વચ્ચે સામસામે પથ્થર મારો થતા મામલો બિચક્યો હતો અને પથ્થરમારાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પથ્થર મારાની ઘટનાને લઈને ગોધરા એ ડિવિઝન પી.આઇ. રાજીવ સંગાડા સહિત એલસીબી શાખાની ટીમ આવી ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.તેમજ પથ્થર મારામાં સંડોવાયેલ ઇસમોને ત્યાં કોમ્બિંગ કરી હતી ૧૩ જેટલા લોકો સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી હતી બાકીના ૨૦ થી ૨૫ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર નારી કેન્દ્ર વાગડિયા વાસ ખાતે રહેતા આશાબેન મનુભાઈ વાગડિયા એ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે ગઈકાલે રાત્રિના સુમારે તેમની ઘરની નજીક રોડ ઉપર પ્રકાશભાઈ બાવરી પેશાબ કરતા હતા. ત્યારે આશાબેન એ પેશાબ કરવાની ના પાડતા પ્રકાશ બાવરી એકદમ ઉશ્કેરાઈ જઈ જોર જોર થી બૂમો પાડીને ૧૦ જેટલા લોકોને ભેગા કરી આશાબેનને ગમે તેમ બોલવા લાગ્યા હતા. જ્યારે અન્ય આરોપી તુફાન બાવરી, અશોક બાવરી, લખન બાવરી, પ્રકાશ બાવરી, ધર્મેશ રમેશભાઇ વાગડિયા અને પરેશ રમેશભાઇ વાગડિયા તેમના હાથમાં ધોકા લઈને આવીને આશાબેન ને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. જેથી આશાબેન ની છોકરી પ્રિયંકા અને અંકિતા તેમને માતાને ઉભા કર્યા હતા. ત્યારે આશાબેન બુમાં બૂમ કરતા આજુબાજુના આશરે ૨૦ થી ૨૫ જેટલા બાવરી સમાજના લોકો ગેરકાયદેસર મંડળી રચીને ધોકાઓ અને પથ્થર લઈ આવી પથ્થરમારો કર્યો હતો. જ્યારે કલીબેન રામચંદ્ર બાવરી, મીરાબેન ગોવિંદભાઈ બાવરી અને ધનુબેન બનારસી બાવરી દોડી આવીને આશાબેન ને કહેવા લાગ્યા કેમ તમે પ્રકાશભાઈ ને ગમે તેમ બોલો છો તેમ કહીને આશાબેન અને તેમની છોકરી પ્રિયંકાને પકડીને ગરડાપાટુ માર મારવા લાગ્યા હતા. જ્યારે સુરજ બાવરી, સાગર બાવરી, કેવળ મનુભાઈ બાવરી, જાનકીબેન બાવરી, આશાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવને લઈને ગોધરા એ ડિવિઝન પોલીસ ૧૩ લોકો સહિત ૨૦ થી ૨૫ લોકો સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-